કાદવ ખુંદીને આદિવાસી વિસ્તારોના બાળકોનાં જીવનમાં જ્ઞાનરૂપી ઉજાસ ફેલાવવા જાય છે આ ખમીરવંતા શિક્ષકો

આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે હાલમાં બાળકો તથા શિક્ષણજગત માટે ખુબ પ્રેરણાદાયક બન્યા છે. નસવાડીનો ડુંગર વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠતો હોય છે પણ બીજી તરફ તાલુકાના ડુંગર વિસ્તારના કાચા રસ્તા આઝાદીના વર્ષો પછી પણ હજુ પાકા બન્યા નથી.

આવા કાચા-બિસમાર માર્ગ પર થઇને પણ તાલુકાના શિક્ષકો આદિવાસી બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે કે, જ્યાં સુધી બાઈક જાય ત્યાં સુધી શિક્ષકો જાય તેમજ બાદમાં પગપાળા જઇ તેમને અભ્યાસ કરાવે છે. નસવાડી તાલુકામાં આવેલ ગનીયા બારી, સાંકડી બારી, ખેંદા, કુપ્પા, છોટીઉંમર, ખોખરા, વાડિયા વગેરે ગામની શાળાના શિક્ષકોએ બારેય મહિના કાચા રસ્તાનું દુઃખ ભોગવીને આદિવાસી બાળકોને શિક્ષણની પ્રવૃત્તિમાં જોડયા છે.

કોરોનાને કારણે શિક્ષકો શાળામાં શિક્ષણ કાર્ય કરાવતા નથી પણ આ રીતે તેઓને શેરી શિક્ષણ આપી રહ્યા છે. ડુંગર વિસ્તારમાં રહેતા આ બાળકોને તમામ ઋતુમાં મુશ્કેલી ભોગવીને પણ શિક્ષકો અભ્યાસ કરાવવા માટે જતા હોય છે. જેને લીધે વાલીઓ પણ ખુબ ખુશ છે. કાચા માર્ગ પર અવર-જવર કરવી એ જોખમ સમાન છે.

વાડિયા, ખેંદા આ બે શાળામાં તો મહિલા શિક્ષક છે એમ છતાં પણ તેઓ આદિવાસી બાળકોને પગપાળા જઈને શિક્ષણ આપી રહ્યા છે. સાકડીબારી ગામમાં આઝાદીના વર્ષો પછી પણ હજુ પાકા માર્ગ થયા નથી. ચોમાસામાં અહીં કોતરમાં ખુબ પાણી હોય છે ત્યારે હેરાન થવા છતાં બાળકોને શિક્ષણ આપવાની ફરજ નહીં ચૂકતા આ શિક્ષકો ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ વાતને સાર્થક કરી બતાવી છે.

આદિવાસી બાળકોને અભ્યાસ કરાવવા 12 શિક્ષકો નિયમિતપણે જાય છે:
આઝાદીના વર્ષો પછી પણ નસવાડી તાલુકામાં આવેલ અંતરિયાળ વિસ્તારની શાળામાં જવા માટે પાકા રસ્તા નથી. ડુંગર વિસ્તારોમાં આદિવાસી બાળકોને અભ્યાસ કરવા માટે કુલ 12 શિક્ષકો નિયમિતપણે જાય છે. મારા એક શિક્ષકની સાથે જ સગપણ થયા છે.

શિક્ષક હિનાબેન સુતરિયા જણાવે છે કે, ડુંગર વિસ્તારમાં અમો બંનેની સાથે આવીએ છીએ. સાંકળનો ઢાળ ઉતર્યા પછી ઉત્તર દિશામાં ગનિયાયાબરી ગામમાં 4 કિમી ડુંગરના પથરાળ રસ્તા પરથી પગપાળા ચાલીને શાળાએ પહોંચે છે. હું ખેંદા શાળા ગામમાં પગપાળા 2 કિમી ચાલીને જાવ છું. આદિવાસી બાળકોને ભણાવીને અમે ખુશ છીએ.

બાળકોને ભણાવવાનો મોકો મળ્યો છે, હું ખુશ છું:
જીતેન્દ્ર પરમાર જણાવે છે કે, શહેરી વિસ્તારમાંથી બદલીને હું નસવાડીના ડુંગર વિસ્તારમાં આવ્યો હતો. પહેલાં તો મને અજુગતું લાગ્યું હતું ત્યારે આ વિસ્તારના લોકોની ભાષા અલગ-અલગ છે. હું સમજી શકતો ન હતો પણ અહીંની સ્થિતિ જોઈ લગાવ થઈ ગયો હતો તેમજ અહીંની ભાષા સમજતો થયો હતો. આજે મને સંતોષ છે કે, જે વિસ્તારમાં આવવું કઠિન ભલે હોય પણ બાળકોને શિક્ષણ આપવાનો જે મોકો મળ્યો છે તેનાથી હું ખુબ ખુશ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *