ગુજરાતીઓ થઇ જાવ તૈયાર- લો પ્રેશર સક્રિય થતા આવનાર ત્રણ દિવસ રાજ્યના આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

ગુજરાત રાજ્યમાં મેઘો ગાંડોતુર થયો છે ત્યારે ફરી એક વખત ગુજરાતમાં 3 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં…

ગુજરાત રાજ્યમાં મેઘો ગાંડોતુર થયો છે ત્યારે ફરી એક વખત ગુજરાતમાં 3 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. NDRF અને SDRFએ પણ અગાઉની તૈયારીઓ કરીને પોતાની ટીમોને કામે લગાડી દેવામાં આવી છે.

દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને પગલે તંત્રએ વલસાડ, સુરત, નવસારી ખાતે NDRFની એક-એક ટીમ રવાના કરી દીધી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને રાજકોટમાં પણ એક-એક ટીમ રવાના કરી દેવામાં આવી છે. આ બાજુ 6 ટીમ વડોદરા તથા 1 ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય સ્ટેન્ડ ગોઠવી દેવામાં આવી છે જેથી જ્યાં જરૂર પડે તે વિસ્તારમાં મોકલી શકાય.

લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજા સમગ્ર ગુજરાતમાં પધરામણી કરીને ખૂટતો વરસાદ પૂરો કરી રહ્યાં છે. રાજ્યમાં અવિરત વરસાદ છેલ્લાં કેટલાંક દિવસથી વરસી રહ્યો છે. ત્યારે 188 તાલુકાઓમાં ગઈ કાલે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રમાં જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ:
સૌરાષ્ટ્રના વેરાવળમાં 6 ઇંચ વરસાદ, ગોંડલમાં 6 ઇંચ વરસાદ, માણાવદરમાં 5 ઇંચ વરસાદ, બાબરામાં 5 ઇંચ વરસાદ, માળિયા, વિસાવદર અને ખાંભામાં 5-5 ઇંચ વરસાદ, વંથલી, કેશોદમાં, તલાલા, વલ્લભીપુર, લધિકામાં 4-4 ઇંચ વરસાદ, ભેસાણ, ધારી, કોડિનારમાં 3.5 ઇંચ વરસાદ, ઉમરાળા, બોટાદ, માંગરોળમાં 3-3 ઇંચ વરસાદ જ્યારે મેદંરડા, સિહોર, કોટડાસાંગાણીમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ બાજુ ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે પ્રાચીતીર્થ મંદિરમાં પાણી ઘુસી ગયું છે. માધવરાય મંદિરની પ્રતિમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધીનું પાણી ભરાઈ ગયું હતું.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે વાતરવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *