પતિ મોબાઈલમાં વિડીયો જોવામાં મશગુલ રહ્યો અને મિત્ર બૈરી સાથે કરી ગયો દુષ્કર્મ- જાણો સુરતમાં ક્યાં બની આ ઘટના

Published on: 11:21 am, Thu, 9 September 21

આજે દુનિયા સોશીયલ મીડિયા પાછળ ખુબ દીવાની થઈ ગઈ છે કે,સુરતમાં એવી જ ઘટના સામે આવી છે. મોબાઈલમાં જોતો રહ્યો ત્યાં પોતાની પત્નીની લાજ લૂંટાઈ ગઈ છતાં પતિને ખબર જ ના પડી.આ ધટના સુરતમાં આવેલા વરિયાવ ગામની છે.

આ કિસ્સામાં મિત્રએ જ મિત્રની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ કર્યા બાદ મિત્રને ફોન કરીને કહ્યું કે ‘મૈંને તેરી બીબી કે સાથે મજે લે લીયે’ શોકની વાતએ છે, જ્યારે આ દુષ્ટકર્મ કરવામાં આવ્યું ત્યારે તે સ્ત્રીનો પતિ એપાર્ટમેન્ટની નીચે જ બેસીને ફોન માં મુવી જોતો હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર,આ સ્ત્રી વરિયાવ ગામમાં રહેતી હતી. તે આશરે 21 વર્ષીય છે. સોમવારે બંને સુતા હતા, ત્યારે રાતે 2 વાગ્યે પતિને ફોન આવતા તે નીચે ગયો હતો. થોડાક સમયમાં જ દરવાજો ખખડતાં પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે સામે પતિનો મિત્ર સોહેલ ઉભો હતો.

પત્ની કશું વિચારે તે પહેલા જ હવસખોરે તેનું ગળું દબાવી તેને બેડરુમમાં ઘસડી ગયો હતો. પત્નીએ પોતાના બચાવ કર્યો પણ સોહેલ તેની મનમાની કરવામાં સફળ રહ્યો હતો. ચોંકાવનારી વાતએ છે કે અહીંથી જ તેણે તેના પતિને ફોન કર્યો અને કહ્યું કે ‘મૈંને તેરી બીબી કે સાથે મઝે લે લીયે’.

બળાત્કારી વ્યક્તિ અને ભોગ બનનાર પહેલાં કોસાડ આવાસમાં જ રહેતા હતા. ભોગ બનનાર સ્ત્રીનો પતિ અને આરોપી ખાસ મિત્ર હતા, પણ સોહેલની ખરાબ આદતોને કારણે આ યુવકે ચાર મહિના પહેલાં બંને વચ્ચેની દોસ્તી તોડાવી નાંખી હતી અને બે મહિના પહેલાં ત્યાંથી મકાન ખાલી કરીને પત્ની સાથે વરિયાવના બંધ પડેલાં ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે રહેલા લાગ્યા હતા. રાત્રે બે વાગ્યે સોહેલે ભોગ બનનારના પતિને નીચે બોલાવ્યો હતો.

પોતે થોડા સમયમાં આવું છું તેમ કહીને નીચે ગયો હતો. અને એક કલાક સુધી પરત આવ્યો નહિ. પતિને કોઇ શંકા કેમ નહિ ગઇ તે વાત પોલીસને પણ મૂંઝવી રહી છે. પોલીસ સબ ઇન્સપેક્ટર R.V ચુડાસમા વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.