તૌકતે વાવાઝોડાં અને અનિયમિત પડી રહેલા વરસાદના કારણે આગામી 2 મહિના સુધી ડુંગળીના ભાવ વધારે રહી શકે છે. બજારમાં સ્ટોક મોડો આવવાના કારણે લોકોને ભાવ વધારો સહન કરવો પડશે. આવી રહેલી તહેવારોની સિઝનમાં ડુંગળી ફરી એકવાર લોકોને રડાવશે તેવું લાગી રહ્યું છે. ઓકટોબર–નવેમ્બર મહિના દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા રહેવાની પુરેપુરી સંભાવના છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ વરસાદ છે. મોડો વરસાદ પડવાને કારણે પાકની આવક પણ મોડી થઈ શકે છે જેના કારણે આગામી મહિના સુધી ડુંગળીના ભાવ વધારે રહી શકે તેવી પુરેપુરી શક્યતાઓ છે.
ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટમાં આ પ્રકારની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી છે. સાથે સાથે તેમાં કહેવામાં આવ્યું છે કે, ખરીફ પાકના આગમનમાં વિલબં અને ચક્રવાત ટૌકતે વાવાઝોડાના કારણે બફર સ્ટોકમાં રાખવામાં આવેલા માલ અલ્પાવધિનો હોવાના કારણે ડુંગળીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે.
ક્રિસિલ રિસર્ચના રિપોર્ટના જણાવ્યા અનુસાર, 2018 ની સરખામણીમાં આ વર્ષે ડુંગળીના ભાવમાં 100% થી વધુ વધારો થવાની શક્યતાઓ છે. મહારાષ્ટ્ર્રમાં પાકની રોપણીમાં નડેલી સમસ્યાના કારણે ખરીફ ૨૦૨૧ ના ભાવ ૩૦ રૂપિયા પ્રતિ કિલોને પાર થવાની સંભાવના છે. ક્રિસિલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અપૂરતા વરસાદને કારણે પાકના આગમનમાં વિલબં બાદ ઓકટોબર–નવેમ્બર મહિના દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા રહેવાની શકયતા છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં ચોમાસાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી.
ક્રિસિલ રિસર્ચના જણાવ્યા અનુસાર ખરીફ ૨૦૨૧ નું ઉત્પાદન વાર્ષિક ધોરણે 3% વધશે અને જ્યાંરે મહારાષ્ટ્ર્રમાંથી ડુંગળીની લણણી મોડી થવાની શક્યતાઓ છે. વધારાનું વાવેતર વિસ્તાર, સારી ઉપજ, બફર સ્ટોક અને અપેક્ષિત નિકાસ પ્રતિબંધો ભાવમાં નજીવો ઘટાડો લાવશે તેવી પુરેપુરી સંભાવનાઓ છે.
ક્રિસિલ રિપોર્ટના કહ્યા અનુસાર ગયા વર્ષે સમાન તહેવારોની સીઝનમાં ૨૦૧૮ ના સામાન્ય વર્ષની સરખામણીમાં ડુંગળીના ભાવ ડબલ થઈ ગયા હતા. મુખ્યત્વે ભારે અને અનિયમિત ચોમાસાના કારણે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર્રમાં ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ઓકટોબર મહિનાના અંતમાં અથવા નવેમ્બર મહિનાની શરુઆત સુધી બજારમાં ખરીફ ડુંગળીના આગમનને ૨–૩ સાહ સુધી વિલંબિત કરે તેવી ધારણા છે, તેથી ત્યાં સુધીમાં ભાવ વધવાની પણ સંભવાનાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.