ગુજરાત (Gujarat): રાજ્ય (Gujarat) ના નવા મુખ્યમંત્રી (New Chief Minister) તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની ગઈકાલે નિમણુક કરવામાં આવી છે ત્યારે તેઓએ ગઈકાલે સાંજે રાજભવન જઈને રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સમગ્ર રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપરત કરી દેવામાં આવ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલની CM તરીકેની શપથવિધિ આજે બપોરનાં 2.20 વાગ્યે રાજભવનમાં યોજાશે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા પછી તેઓ સીધા જ થલતેજના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ નજીક નીતિન પટેલના ઘરે તેમના આશિર્વાદ લેવા માટે ગયા હતાં.
નીતિન પટેલ જણાવે છે કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના તેજમ નિકટનાં મિત્ર છે. સામાજિક રીતે અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આજના શપથગ્રહણ સમારંભમાં ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ સહિત, કર્ણાટક, ગોવા તથા આસામના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
શપથ લીધા પહેલા જ પ્રજા લક્ષી અભિગમ:
ગુજરાતના નવા નિમણુક પામેલ CM ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને લીધે અસર પામેલ 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા તથા એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાતચિત કરીને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
આ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહેશે:
આજે ગુજરાતના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં કર્ણાટકના CM બસાવરાજ બોમ્માઈ, ગોવાના CM પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ તેમજ આસામના CM હિમંતા બિસ્વા સરમાની ઉપરાંત ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ આવે તેવી સંભાવના રહેલી છે. આની ઉપરાંત અમિત શાહ પણ આજે ઉપસ્થિત રહેશે.
સરકાર રચવાનો દાવો કર્યા પછી દાદા ભગવાનના દર્શને ગયાં:
રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા પચો તેઓ અડાલજ સ્થિત દાદા ભગવાનના મંદિરમાં ગયા હતા તેમજ દર્શન કર્યા હતા. આની પહેલા નવા મુખ્યમંત્રી બનેલ ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસીને રાજભવન આવ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલની પાછળ CR પાટીલ બેઠા હતા.
કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણીની ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તથા ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.