સુરત (ગુજરાત): ગુજરાત (Gujarat) ના શહેર સુરત (Surat) માં સવારથી જ વરસાદી હવામાન વચ્ચે હળવો વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 17 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે હાલમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. આની સાથે ઉકાઈ ડેમ (Ukai Dam) ની ભયજનક સપાટી 345ની પાસે 341.29 ફૂટ પર પહોંચી ગઈ છે જેને લીધે છેલ્લા બે દિવસથી 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.
ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર:
હજુ ચોમાસું પૂરું પણ નથી નથી અને હાલમાં ડેમની સપાટીમાં આગામી દિવસમાં વધારો થઈ જશે. જો કે, સપાટી રૂલ લેવલ 340 ફૂટથી ઉપર હોવાને લીધે 50,000 ક્યુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઉકાઇ ડેમની સપાટી 341.31 ફૂટ નોંધાઇ ચુકી છે. જ્યારે હાલમાં 90,000 ક્યુસેક પાણીની આવક સામે ફક્ત 53,000 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે.
સુરતને 2 વર્ષ સુધી ચાલે એટલું પાણી ઉકાઈ ડેમમાં ભરાઈ ગયું:
ઉપરવાસમાં ગયા સપ્તાહથી વરસી રહેલ અતિભારે વરસાદને લીધે ઉકાઇ ડેમની સપાટીમાં ઝડપભેર વધારો થઈને 341 ફૂટને પાર થતાં હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી 2 વર્ષ સુધી સિંચાઇ તથા પીવાના પાણી માટે સમસ્યા નહિં થાય. વર્ષે અંદાજે 3,000 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીની જરૂરીયાત રહે છે. હાલમાં ડેમમાં 5,987 MCM પાણી છે કે, જેથી આગામી 2 વર્ષ સુધી ચાલે એટલું પાણી ડેમમાં ઉપલબ્ધ છે.
શહેરનો સિઝનનો વરસાદ 45.43 ઈંચ થયો:
કાળાડિંબાગ વાદળોની સાથે હળવો વરસાદ વરસતા સમગ્ર શહેરના હવામાનમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સવારથી જ સુરત શહેર જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે કે, જેમાં સુરત સિટીમાં 17 મિમિ, ચોર્યાસીમાં 18 મિમિ, ઓલપાડમાં 17 મિમિ તેમજ ઉમરપાડામાં 10 મિમિ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
આની સાથે જ અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે આની સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ 45.43 ઇંચ થયો છે. હજુ 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેરમાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.