વલસાડ (ગુજરાત): ગુજરાત (Gujarat) ના જિલ્લાના વાપી (Vapi) ઓવરબ્રીજ નજીક સર્જાયેલ એક ટ્રક (Truck) તથા કાર (Car) વચ્ચે સર્જાયેલ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાંથી કારમાં સવાર લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈથી અમદાવાદ બાજુ આવી રહેલ આર્મીમેનનાં પરિવાર સાથે આ દુઃખદ ઘટના બની હતી. આ દરમ્યાન વાપી ઓવરબ્રિજ નજીક એક ટ્રકનું ટાયર ફાટી જતા તે બાજુની લેન પર ચાલી રહેલ ટ્રકની સાથે અથડાયો હતો. જેને લીધે બંને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા પછી એક ટ્રક રોડ પર દોડી રહેલ આર્મીમેનની કાર સાથે અથડાતા કારને નુકસાન થયું હતું.
સદનસીબે કારમાં સવાર લોકોનો ચમત્કારિક રીતે બચાવ કરવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈ મુંબઈ સુરત હાઈવે બ્લોક કરવો પડ્યો હતો. આર્મીમેનની પત્નીએ હાઇવે પર ટ્રક ચલાકનો કોલર પકડીને બેદરકારીપૂર્વક ટ્રક ચલાવવા બદલ ટ્રકચાલકને ખંખેરી નાંખ્યો હતો. લોકોએ વચ્ચે પડીને સમાધાન કરાવતા છેવટે સમાધાન થયું હતું. આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે. અતિભારે વરસાદને કારણે ઘણીવાર ભારે વાહનો લપસી જવાથી અથવા તો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે. કેટકેટલાય પરિવારો નિરાધાર થઈ જતા હોય છે.
જયારે કેટલાક પરિવારોને એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવતો હોય છે તેમજ પોતાના પ્રિય સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે, જેને લીધે પરિવારજનો શોકમાં મગ્ન થઈ જતા હોય છે ત્યારે આવી જ એક અન્ય ઘટના વિશે જોઈએ તો, ગઈકાલે જ બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.
માર્ગ અકસ્માતની આ ઘટનામાં એકસાથે 4 મહિલાઓના કરુણ મોત નીપજયા હતા. આ તમામ મહિલાઓ સારંગપુર મહંતસ્વામીનાં જન્મદિનની ઉજવણીને લઈ દર્શનાર્થે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આની સાથે જ ચારેય મહિલાઓના મોતનાં આઘાતથી પરિવારજનોમાં દુઃખનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.