સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના લીંબયાત(Limbayat) વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. ત્યારબાદ કિશોરીની તબિયત બગડતા તેને હોસ્પિટલ(Hospital) લઈ જતા ત્યાં તેને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતું. આ અંગે લીંબયાત પોલીસ દ્વારા નરાધમ આરોપી અને કિશોરીના પરિવારને ધમકી આપનાર નારાધમના પિતાની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના લીંબયાત વિસ્તારમાં આવેલા આંબ્રેડકર નગર પાસે એક શ્રમિક પરિવારની 15 વર્ષીય દીકરી પોતાના પરિવાર સાથે રહે છે ત્યાં નજીકમાં જ રેહતા અમન અંસારી નામના યુવકે આ કિશોરી જ્યારે ઘર નજીક શાકભાજી લેવા જતી હતી ત્યારે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેને મીઠી મીઠી વાતો કરી લગ્ન કરવાનું કહ્યું હતું. આ દરમિયાન, આ કિશોરી એક દિવસ ફરી શાકભાજી લેવા જતી હતી ત્યારે આ અમન અંસારી તેને મીઠી મીઠી વાતો કરી તેને ભોળવીને તેના ઘરે લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અમને તેની સાથે લગ્ન કરવાનું કહીને કોઈને પણ આ બાબતે જાણ કરવાની નાં પડી હતી.
આ સમગ્ર પ્રેમ લીલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કિશોરીને અચાનક જ પેટમાં દુખવા લાગ્યું અને તેની માતા તેને હોસ્પિટલમાં લઇ ગઈ. જ્યાં ડોકટરે તપાસ કરતા કિશોરીને ત્રણ મહિનાનો ગર્ભ હોવાની વાત કરતા માતાના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ માતાએ કિશોરીને આ કરતૂતો વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તેની નજીકમાં જ રહેતા અમન અંસારીએ તેની સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ ઉપરાંત, સમગ્ર મામલે તેની માતા એ પિતાને વાત કેહતા પિતા અમનના ઘરે ગયા અને તેના પિતાને અમનની કાળી કરતૂતો વિશે જણાવ્યું હતું. ત્યારે અમનના પિતાએ કિશોરીના પિતાને ગંદી ગંદી ગાળો આપી અને માર મારવાની ધમકી આપી અને કહ્યું કે, તેના રાજકીય પક્ષ સાથે સંબંધ છે અને પોલીસ પણ તેનું કઈ નહીં બગાડી શકે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ આખરે પિતાએ લીંબયાત પોલિસ મથકે આરોપી અમન વિરુદ્ધ દુષ્કર્મ પોસ્કો અને તેના પિતા વિરુદ્ધ જાનથી મારીનાખવાની ધમકીનો ગુનો નોંધાવ્યો હતો. બાદમાં બંને પિતા પુત્રની ધરપકડ કરી જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.