ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં દારૂના નશામાં ગાંડોતુર બનેલો યુવક વીજળીના થાંભલા પર ચડી ગયો હતો.આ નશેડીને પોતાના જીવની કાઈ પણ પરવાહ ન હોય તેવું લાગી રહ્યું હતું. આ દારૂના નશામાં ધુત થયેલા વ્યક્તિને જોઇને સૌ કોઈ લોકોની આખો પહોળી થઇ ગઈ હતી.
આ પ્રકારની ઘટના છોટાઉદપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં બની હતી. જ્યાં એક શખ્સ નશાની હાલતમાં વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. જેને લીધે સમગ્ર ગામમાં દોડધામ મચી જવા પામી હતી. આ ખતરનાક દ્રશ્યોને જોવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ શખ્સે થાંભલા પર ચડીને આખું ગામ માથે લેતા અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
દારૂ પી દંગલ:સંખેડાના હાંડોદ ગામે નશામાં ચૂર યુવકે વીજ પોલ પર ચડી જઈ આખું ગામ માથે લીધું #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate pic.twitter.com/T5DqCHcws7
— Trishul News (@TrishulNews) September 18, 2021
વીજ કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં:
નશાની હાલતમાં આ હરકત કરી હોવાનું સામે આવ્યું:
આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.