દાહોદ(ગુજરાત): આજકાલ વાડી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર દાહોદ(dahod) શહેરમાં જ રહેતા 15 ઇસમો(15 Youth) વિરુદ્ધ એક સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, 2 મહિલાઓ(2 women) વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. જાણવા મળ્યું છે કે, સગીરાને તેના વીડિયો અને ફોટા(Videos and photos) સોશિયલ મીડિયા પર વાયરલ(Viral on social media) કરવાની ધમકી આપવામાં આવી હતી. તો બીજી બાજુ ઘટના વર્ષ 2019માં બની હોવાનો પણ આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસ(police) દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દાહોદ શહેરમાં સામુહિક દુષ્કર્મનો કેસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. દાહોદમાં રહેતી એક સગીરા પર 2019માં 2 જુલાઇથી 25 જુલાઇ સુધી શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડા, કસ્બા, મેમુનગર ખેરૂનીશા મસ્જીદ નજીક 15 જેટલા યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આ ગુનામાં 2 મહિલાઓની સંડોવણી પણ સામે આવી છે.
જેમાં મતિ નયનભાઈ કાજી, જુનેદ ઉર્ફે લલ્લી બાબુભાઈ શેખ, હૈદર કુરેશી, અબ્દુલ અજીજ ઉર્ફે અદુલ મોહમદ જાહીર કુરેશી, નિજામ રાજુભાઈ કાજી, સાહીદબેગ ઉર્ફે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મોઈનુદ્દીન ખતરી, મઝહરકાજી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, મુસ્કાન,બીરદોશી નિજામ રાજુભાઇ કાજીની પત્ની, ગુજ્જુ ઘાંચી, નિજામ રાજુભાઇ કાજીની માતા બે મહિલાઓ સાથે મળીને 15 યુવકોએ સગીરા પર તેના ઘર તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુષ્કર્મ આચર્યું હતું.
વધુમાં જાણવા મળ્યું છે કે, દુષ્કર્મ ગુજાર્યા બાદ 15 ઇસમો અને 2 મહિલા દ્વારા સગીરાને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતા હતા. આરોપીઓ દ્વારા દુષ્કર્મ ગુજારતા હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જેના કારણે સગીરા માનસિક રીતે પરેશાન હતી. હાલ તો આ અંગે સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.