સુરત(ગુજરાત): અવારનવાર સોશિયલ મીડિયા પર બ્લેકમેલ(Blackmail)ના બનાવો બનતા હોય છે. તેવામાં સુરતના જહાંગીરપુરા વિસ્તાર(Jahangirpura area of Surat)માં રહેતી 17 વર્ષની કિશોરીને એક યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી સોશિયલના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા(Topless photos) મેળવી લીધા હતા. ત્યારબાદ અન્ય મિત્ર સાથે મળીને તેને બ્લેકમેઇલ કરીને યુવતી પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેઇલને કારણે કિશોરી ઘરેથી ગુમ થયા પછી આ વાતની જાણ પરિવારને થતા તેને પોલીસ સ્ટેશન(Police station)માં ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ધો.12માં અભ્યાસ કરતી અને જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષીય અમિતા છે. સપ્ટેમ્બર 2019માં સોશિયલ દ્રારા અમિતાની આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી સાથે મિત્રતા થઈ હતી. થોડા સમય પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
સોશિયલ સાઇટ પર ધ્રુવને અમિતાએ તેનો અર્ધનગ્ન ફોટો મોકલી આપ્યો હતો. ત્યારબાદ ધ્રુવે અમિતાને તે ફોટાને લઈને બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન તેને 50 હાજર રૂપિયા મંગાવ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર પહેલા 10 હજાર રૂપિયા ધ્રુવને આપી દીધા હતા. ત્યારબાદ અમિતા દ્રારા ધ્રુવને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. તેથી ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતીની આઈડી પરથી અમિતાનો સંપર્ક કરીને તેને ફરીથી બ્લેકમેઇલ કરી બીજા 15 હજાર રૂપિયા લઇ લીધા હતા. અમિતાએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ ધ્રુવે અમિતાની પિતરાઈ બહેન દ્રારા અમિતાનો સંપર્ક કર્યો હતો.
આ પછી ધ્રુવએ ફરીથી બ્લેકમેઇલ કરતાં બીજા 25 હજાર રૂપિયા અમિતા પાસેથી પડાવ્યા હતા. તે પછી પણ ધ્રુવે બ્લેકમેલ કરવાનું શરુ રાખ્યું હતું. છેવટે સોમવારે અમિતાએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
અમિતા બ્લેકમેઇલિંગને કારણે ડિપ્રેશનમાં જતી રહી હતી. ઘરમાં કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતી ન હતી. તે પોતાના રૂમમાં જ એકલી રહેતી હતી. સમયસર જમતી પણ ન હતી. ધ્રુવ અને કાર્તિકના બ્લેકમેઇલિંગથી ત્રાસીને અમિતા ખૂબ જ ડરી ગઈ હતી. તેથી તેને સતત આત્મહત્યાના વિચારો આવતા હતા. તે બે દિવસ પહેલાં ઘરેથી ગુમ થઈ હતી. તે દરમિયાન તેણી સોસાયટીના બગીચામાં બેસેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેણીએ પરિવારને તમામ હકીકત જણાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.