સુરત(ગુજરાત): આજે 29 સપ્ટેમ્બર છે. એટલે કે, ‘વિશ્વ હૃદય દિવસ(World Heart Day)’. આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ લોકોને હૃદય(Heart) સાથે સંકળાયેલી બીમારીઓ પ્રત્યે જાગ્રત કરવાનો છે. સમગ્ર ગુજરાત(Gujarat)માં હૃદયદાન કરાવવામાં સુરત(Surat) પ્રથમ સ્થાન પર છે. છેલ્લાં સાત વર્ષમાં સુરતમાંથી 36 જેટલાં હૃદયનાં દાન કરવામાં આવ્યાં છે જ્યારે ગુજરાતભરમાં કુલ 47 હૃદયનાં દાન થયાં છે.
જણાવી દઈએ કે, પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ વખત આંતરરાજ્ય હૃદયદાન કરાવવાનું શ્રેય ગુજરાત-સુરતને ફાળે જાય છે. ગુજરાતમાં સૌથી વધુ હૃદયનાં દાન કરાવવામાં સુરત શહેર મોખરે છે. ગુજરાતમાંથી અત્યારસુધી કુલ 47 હૃદયનાં દાન થયાં છે. જયારે સુરતમાંથી 36 હૃદય દાન કરાવવામાં આવ્યાં છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 5 હૃદય ચેન્નઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. હાલ દેશમાં સૌથી નાની ઉંમરના 14 મહિનાના બાળકનું હૃદયદાન કરાવવાનું શ્રેય પણ સુરતને જ જાય છે.
સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હૃદયદાનમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલાં હૃદય દેશનાં જુદાં જુદાં શહેરો જેવાં કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવાં શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, હૃદયદાનમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. જાણવા મળ્યું છે કે, સુરતથી દાનમાં મેળવવામાં આવેલાં હૃદય યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.
ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં હૃદયની સમસ્યાઓથી પીડિત લોકોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવું જોઈએ, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ વોકિંગ, સાઇકલિંગ કે યોગા કરવા જરૂરી છે. આ દરમિયના મીઠુ, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો ખાવો જોઈએ. ભોજનમાં ફળ અને સલાડનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.
આપણા શરીરમાં હૃદય એક એવું અવયવ છે. જે ખરાબ થઇ ગયા બાદ વ્યક્તિનું જીવન જોખમમાં મુકાય છે. કોઈ વ્યક્તિને હૃદયની બીમારીને કારણે તેના હૃદયનું પમ્પિંગ 10 કે 15 ટકા જેટલું થઇ જતા પાંચ ડગલા ચાલતાં તેનો શ્વાસ ફૂલવા માંડે છે, ખાવા-પીવામાં મર્યાદા આવે છે, પોતાનું જીવન પથારી પર જ વ્યતીત કરવું પડે છે. આવા હૃદય નિષ્ફળતાના દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટ જ એક ઈલાજ છે. જ્યારે કોઈ બ્રેનડેડ વ્યક્તિના હૃદયનું દાન કરાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.