રાજકોટ(ગુજરાત): બે દિવસ પહેલા આવેલી વાવાઝોડાની અસરથી રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ(rajkot) જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીનાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન, હાલ બેઠા પૂલ(betha pool) પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં કરૂણાંતિકા સર્જાઈ છે. શહેરની આજી નદી(Aji river)માં કારખાનામાં મજૂરી કામ કરી બે મહિલા ઘરે પરત ફરી રહી હતી ત્યારે તે પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી મહિલાનો આબાદ બચાવ થયો હતો.
સાંજના 6 વાગ્યાનો બનાવ
મળતી માહિતી મુજબ, રીનાબેન શૈલેષભાઇ સાકરીયા અને સુશીલાબેન શામજીભાઇ સોજીત્રા નામની બે મહિલા કારખાનામાં મજૂરી કામ કરી સાંજના 6 વાગ્યે પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન, આજી નદીમાં બંને મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેમાં સુશીલાબેનનું મોત નીપજ્યું હતું અને રીનાબેનનો આબાદ બચાવ થયો હતો. જાણવા મળ્યું છે કે, પાણીમાં પગ લપસતા બંને મહિલાઓ તણાઈ ગઈ હતી.
ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા
આ ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. પરંતુ, એક મહિલાનો જ બચાવ થયો હતો. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધું તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.