ગોંડલમાં સર્જાયો ગંભીર અકસ્માત: સ્કોર્પિયો કારે બાઈકને હવામાં ફંગોળતા બેનાં કમકમાટીભર્યા મોત

ગોંડલ(ગુજરાત): આજકાલ અકસ્માત(Accident)ના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગોંડલ(Gondal)ના અનલગઢ(Analgadh) નજીક ગોળાઈમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારે બાઇકને ધડાકાભેર ઉલાળતા…

ગોંડલ(ગુજરાત): આજકાલ અકસ્માત(Accident)ના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગોંડલ(Gondal)ના અનલગઢ(Analgadh) નજીક ગોળાઈમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારે બાઇકને ધડાકાભેર ઉલાળતા બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત(Two people died on the spot) નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા સાથે ગોંડલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ(Rajkot Hospital) ખસેડવામાં આવી છે.

ઘટનાને પગલે ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તે પણ દોડી આવી હતી. પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આજે બપોરના 3 વાગે ગોંડલ લુણીવાવ વચ્ચે અનલગઢની ગોળાઇમાં લુણીવાવથી આવી રહેલી સ્કોર્પિયો તથા ગોંડલ તરફથી ત્રિપલ સવારીમાં આવી રહેલી બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં બાઇકમાં સવાર કમલેશ કલાભાઇ ભુરીયા અને મંગા ચૈન્યાભાઇ ગણાવાનું માથાના ભાગે ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર ત્રિપલ સવારીમાં બેઠેલાં અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં મોતને ભેટનાર કમલેશ ભુરીયાને સંતાનમાં બે દીકરા બે દીકરીઓ છે. મૂળ મધ્યપ્રદેશનાં ડોલરીયાનાં અને છેલ્લા ત્રણ વર્ષથી લુણીવાવ છગનભાઈ સાંગાણીની વાડીએ પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતાં હતા. ઉપરાંત અન્ય મૃતક મંગા ગણાવાને સંતાનમાં એક દીકરી તથા બે દીકરી છે. મૂળ મધ્યપ્રદેશનાં સેજવાનાં મંગાભાઇ પણ લુણીવાવ દિનેશભાઇ વિરડીયાની વાડીએ પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતાં હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *