પલસાણાની દુઃખદ ઘટના: મીલની ટાંકી ફાટતા ગરમ પાણીનાં ફૂવારાં ઉડ્યાં, 1નું દાઝી જવાથી નીપજ્યું કરુણ મોત

પલસાણા(ગુજરાત): હાલમાં પલસાણા(Palsana)માંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં ઔદ્યોગિક વિસ્તાર(Industrial area)માં આવેલી મિલમાં રવિવારે સવારે એક બોઈલર વિભાગમાં વેસ્ટ પાણીની ટાંકી ધડાકા ભેર ફાટી જતા ગરમ પાણી(Hot water)ના ફુવારા ઉડ્યા હતા. આ દરમિયાન, બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યાં બે પૈકી એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પોલીસ(Police) કે ફેકટરી ઇન્સ્પેક્ટર(Factory inspector) પહોંચે તે પહેલાં મિલ તંત્ર દ્વારા મિલની નુક્શાનીનું સમારકામ શરૂ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

જોકે, પોલીસ તપાસમાં મૃતક સગીર હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા ખાતે આવેલ ગુજરાત ઇકો પાર્કમાં રતનપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં રવિવારના રોજ સવારના સમયે એક બોઇલર વિભાગમાં બોઇલરના ગરમ વેસ્ટ પાણીની ટાંકી ગરમ પાણીનો ધડાકાભેર પાઇપ ફાટી જતા ગરમ પાણીના ફુવારા ઉડ્યા હતા. જેમાં ઘટનાસ્થળ નજીક કામ કરતા બે કારીગર દિનેશભાઈ રાવલસિંગ રાઠવા સહિત 17 વર્ષ 3 મહિનાનો એક સગીર મજૂર શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.

બાદમાં જેને તત્કાલિક નજીકની પલસાણા ખાતે ઓમ શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સગીર મજુરની હાલત ગંભીર હોવાથી નજીકની ચલથાણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ દિનેશ રાઠવા પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના અંગે પલસાણા પોલીસ સ્થળ પર જઈ તપાસ કરે તે પહેલાં જ મિલતંત્ર દ્વારા નુકશાનીનું સમારકામ શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જાણવા મળ્યું છે કે, પલસાણા પી.આઈ.સહિતની પોલીસટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. મિલ કામદારોના જણાવ્યા મુજબ, ધડાકો એટલો જોરદાર થયો હતો કે ટાંકીના ટુકડા અને પતરાં બાજુની સ્પ્રેકટર્મ મિલમાં પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *