ગુજરાત(Gujarat): રાજ્યમાં અનેક શહેરોમાં રસ્તા વચ્ચે રખડતા ઢોર જોવા મળે છે. જેને લીધે વાહન ચાલકોને ખુબ જ હાલાકી સહન કરવાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડોદરા(Vadodara) શહેરમાં રખડતા ઢોર મામલે પ્રશાસન(Administration) દ્વારા એકશન પ્લાન(Action plan) તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમા એક રોડ મેપ બનાવીને પ્રશાસન દ્વારા આ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં રખડતા પશુઓને કારણે લોકો ખુબ જ હેરાન થઈ રહ્યા હતા. જેને લઈને પ્રશાસન હવે એકશન મોડમાં આવી ગયું છે અને કડક પગલા(Strict measures) ભરવામાં આવ્યા છે.
પશુપાલકોને મળશે વૈકલ્પિક વ્યવસ્થા:
પ્રશાસન દ્વારા હવે આગામી 15 દિવસમાં રખડતા પશુને મુક્ત કરવાનું અભિયાન હાથ ઘરવામાં આવશે. તેમજ આકરા દંડ અને સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે પ્રશાસન, આરટીઓ અધિકારી અને પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલા અંગે પશુપાલકોને ઢોરને રાખવા માટે વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ મામલેવડોદરા પ્રશાસન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
રસ્તા પર રખડતા પશું બીજી વખત પકડાશે તો ડબલ દંડ લેવામાં આવશે:
સાથે સાથે વડોદરાના મેયરે પણ નિવેદન આપતા કહ્યું છે કે, જો રખડતા પશુંને કારણે કોઈ પણ નાગરીકનું મોત થશે તો ઢોરના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મેયરે જણાવતા કીધું છે કે, શહેરમાં પોલીસ અને કોર્પોરેશનનું સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે જો એકનું એક પશું બીજી વખત પકડાશે તો દંડની રકમ પણ ડબલ ઉઘરાવવામાં આવશે.
4 અલગ અલગ ઝોનમાં પશુંઓ માટે જમીન ફાળવવામાં આવશે:
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં 20 હજાર જેટલા પશુઓ છે જેથી 4 ઝોનમાં પશુઓ માટે અલગ અલગ જમીન ફાળવવામાં આવશે. ઉપરાંત મેયરે જણાવતા કહ્યું છે કે જો જરૂર જણાય તો કલેક્ટર પાસે ગૌચારની જમીનની પણ માંગણી કરવામાં આવશે. આ સમગ્ર મામલે મેયરે એવું પણ કહ્યું છે કે, જ્યા સુધી વ્યવસ્થા કે સુવિધા ના થાય ત્યા સુધી તેઓ રખડતા પશું પકડવા માટે 24 કલાક કામ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.