અમદાવાદની ST બસ બની મોતની સવારી: ગફલતભરી રીતે હંકારતા ડ્રાઈવરે એક્ટિવા ચાલકને કચડયો, જુઓ live દ્રશ્યો

અમદાવાદ(Ahmedabad): શહેરમાં અકસ્માત (Accident) ની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે. શહેરનાં મણિનગર (Maninagar) વિસ્તારમાં જવાહર ચોક (Jawahar Chowk) ચાર રસ્તા નજીકથી અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી નડિયાદ તરફ જઈ રહેલ ST બસ નીચે એક્ટિવાચાલક કચડાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એક્ટિવા આખું બસની નીચે આવી જતાં લોકોએ એકત્ર થઈને એક્ટિવા ચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક LG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

એસટી બસને ટ્રાફિક-પોલીસ સ્ટેશન લઈ જવાઈ:
અકસ્માતને કારણે જવાહર ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિકજામ સર્જાતાં ઈસનપુર- મણિનગર પોલીસની ટીમ પહોંચી ગઈ હતી તેમજ જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરી દેવાયો હતો. અકસ્માત વિશેની ટ્રાફિક વિભાગને જાણ થતાં બસ નીચે ઘૂસેલા એક્ટિવાને બહાર કાઢવામાં આવ્યું હતું તેમજ બસને ટ્રાફિક-પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી.

આની સાથોસાથ જ બસમાં બેઠેલા તમામ મુસાફરો ભયને કારણે નીચે ઊતરીને ચાલવા માંડ્યા હતા. જવાહર ચોક ચાર રસ્તા પરના CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ હોવાની વાતને લઈ ટ્રાફિક વિભાગ દ્વારા આગળની તપાસ શરૂ કરી દેવાઈ છે.

બે દિવસમાં પાંચ અકસ્માતમાં 6નાં મોત:
અન્ય એક ઘટનામાં શેલા ગામમાં રહેતા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર વિશાલ પાટડિયા લાઈટ જવાથી 2 વર્ષની દીકરીને ગરમી થતી હોવાને લીધે પત્ની-પુત્રીને કારમાં ગોડાઉન પર લઈ જતા હતા. ગફલતને લીધે કાર ટ્રકની પાછળ ઘુસી જતાં વિશાલભાઈનાં પત્ની તેમજ દીકરીનું મોત થયું હતું. વિશાલભાઈની હાલમાં સારવાર ચાલી રહી છે.

કાગડાપીઠમાં અણુવ્રત સર્કલ નજીક લોડિંગ રિક્ષાએ એક્ટિવાને અડફેટે લેતા પત્નીનું મોત થયું હતું તેમજ પતિને ગંભીર રીતે ઈજા પહોંચી છે. બીજી ઘટનામાં અમરાઈવાડીમાં રહેતા ભરતભાઈ જાધવભાઈ પ્રજાપતિ તેમજ તેમનાં પત્ની મિતલબહેન એક્ટિવા પર આવી રહ્યા હતા ત્યારે રિક્ષા પલટી ખાઈ ભરતભાઈના એક્ટિવા સાથે અથડાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *