સુરત(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તેવામાં સુરત(Surat)માં મિત્રો સાથે નવરાત્રિના ગરબા જોઈ પરત ફરી રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો. પાંડેસરા(Pandesara)ના એક યુવાનનું ONGC કંપનીના ગેટ સામે અકસ્માતમાં મોત થયું હતું. પોલીસ(Police)ના જણાવ્યા મુજબ, યુવક જયારે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે મોપેડ રોડ પરના ડિવાઇડર સાથે(With divider on moped road) ભટકાયા પછી આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે મિત્રો વચ્ચે બાઇક અને મોપેડની રેસ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન વિક્કી આ રેસમાં પાછળ રહી ગયો હતો. તેથી આ અકસ્માતની જાણ તેના મિત્રોને થઇ ન હતી. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
પોલીસ દ્રારા જાણવા મળ્યું હતું કે, અકસ્માતમાં મોતને ભેટલો યુવક વિક્કી મનીષ બાગુલ પાંડેસરા નાગસેન નગરનો રહેવાસી હોવાનું અને પરિવારનો આર્થિક સહારો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પરંતુ વિક્કીને બે ભાઈ અને માતા-પિતા મહારાષ્ટ્રમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મૃતક વિક્કીના મિત્રોએ કહ્યું હતું કે, 5 વર્ષ પહેલાં વિક્કી સુરતમાં આવીને વેસુમાં એક હેર સેલૂનમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. વિક્કી મોડલિંગનો શોખ ધરાવતો હતો તેવું તેમના પરિવારે જણાવ્યું હતું. રાત્રે મિત્રો સાથે ગરબા જોવાનું આયોજન કરી અડાજણથી મગદલ્લા બ્રીજ પરથી પાંડેસરા તરફ જઇ રહ્યો હતો. લગભગ બે બાઇક અને એક મોપેડ પર સવાર વિક્કી અને મિત્રો વચ્ચે રેસ લાગી હતી. તે દરમિયાન આ રેસમાં મિત્રો આગળ નીકળી ગયા હતા.
થોડીવાર રાહ જોયા પછી પણ વિક્કીની કોઈ જાણ ન થતા મિત્રો ફરી ONGC તરફ ગયા હતા. ત્યારે તેમને જોયું તો વિક્કી રોડ વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં પડયો હતો. આ જોઇને તમામ મિત્રના હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ મિત્રએ તાત્કાલિક 108ની મદદથી વિક્કીને સારવાર માટે સિવિલ લઈ આવતા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. હાલ ઇચ્છાપોર પોલીસ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.