પેટ્રોલ-ડીઝલ અને CNG બાદ શાકભાજીએ મારી સેન્ચુરી, નવા ભાવ જાણીને ગૃહિણીઓને ચક્કર આવે તો નવાઈ નહી!

ગુજરાત(Gujarat): લો બોલો પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) બાદ શાકભાજીના ભાવ(Rise in vegetable prices)માં પણ હવે થયો ધરખમ વધારો. શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો થતા સામાન્ય જનતાને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે, મોંઘવારીના માર વચ્ચે લોકોના ખિસ્સાઓ જાને ખાલી થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે દરરોજ ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓ(Housewife)નું બજેટ ખોરવાઈ ગયું છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: 
મોંઘવારીનો માર જનતા પર સતત સવાર થઇ રહ્યો છે ત્યારે હવે શાકભાજીના ભાવમાં વ્ધોર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાય ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થતા સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસમાં વધારો થયા બાદ હવે શાકભાજીમાં વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.

વધતી મોંઘવારીમાં જનતાની કમર તૂટી:
એક બાજુ કોરોનાને કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી છે. ત્યારે વધતા શાકભાજીના ભાવોએ ગૃહિણીઓની ચિંતા વધારી છે. જો જોવામાં આવે તો ડુંગળી, બટાટા, ટામેટાં, રિંગણ સહિત લીલા શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. તો બીજી બાજુ મગ, તૂવેરદાળ, ચણાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની સાથે સાથે શાકભાજીના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે.

શાકભાજીના ભાવો પહોચ્યા આસમાની સપાટીએ:
રાજ્યના અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવ પણ 100 રૂપિયાની સપાટી પાર કરી ચુક્યા છે, રાજ્યના શહેરોમાં પેટ્રોલ ડીઝલાના ભાવ વધાતા તેને અસર હવે અન્ય કેટલીય જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ ઉપર પણ પડી રહી છે, દૂધ, કઠોરના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. અહીં ટામેટા, ચોળી, કોથમીર, ગુવાર, વાલોળના ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયા છે તો ટામેટાનો ભાવ પણ પ્રતિકિલો 100 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, જે અગાઉ 40થી 50 રૂપિયા પ્રતિકિલો ભાવ હતો ત્યારે હવે ચોળીનો ભાવ પણ પ્રતિકિલોએ 110થી 130 રૂપિયા થઇ ગયા છે જ્યારે અગાઉ ચોળીનો ભાવ 90થી 100 રૂપિયા ભાવ હતો.

શાકભાજી થયું મોંઘુ:
જીવન જરૂરિયાત લીલા શાકભાજીમાં પણ હવે ભાવ વધારો થયો છે. જો વાત કરીએ તો વાલોળનો ભાવ 100 રુપિયા હતા જ્યારે નવો ભાવ પ્રતિકિલો 100થી 130 રૂપિયા થઇ ગયો છે, જ્યારે કોથમિર અગાઉ ભાવ 50થી 60 રૂપિયા ભાવે મળતી હતી તેનો ભાવ વધીને આજે 120થી 150 રૂપિયા થય ગયો છે જ્યારે ગુવારનો જુનો ભાવ 70થી 90 રૂપિયા હતો તે આજે ગુવારનો ભાવ હવે 100થી 120 રૂપિયા થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *