સુરત(Surat): શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં ગરબાના મામલામા પોલીસ અને વિદ્યાર્થી યુનિયન(Student Union) ABVP સામ સામે આવી જતો મામલો વધુ ઉગ્ર બન્યો હતો. વિદ્યાર્થીઑનું કહેવું હતું કે VCની પરમીશન લઈને ગરબા થઈ રહ્યા છે જ્યારે પોલીસ કડક કાર્યવાહી કરતાં વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ અને માર મરાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મામલો વધુ બીચકતા વડોદરા, અમદાવાદ અને સુરત ખાતે ABVP યુનિયને આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જે મામલા બાદ આજે પોલીસ કર્મચારઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ઉમરા પોલીસ સ્ટેશન PI કિરણ મોદી, PSI પરમારની બદલી કરી દેવામાં આવી છે. સાથે જ બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ(Two constables suspended) કરી નાખવામાં આવ્યા છે.
કયા પોલીસ કર્મચારીની બદલી અને કયા સસ્પેન્ડ:
ઉમરા પોલીસ સ્ટેશન PI કિરણ મોદીની બદલી કરવામાં આવી. સ્પેશિયલ બ્રાન્ચમાં કિરણ મોદીની બદલી કરી દેવામાં આવી છે. PSI પરમારની પોલીસ કન્ટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. સાથે જ કોન્સ્ટેબલ ઇશ્વર ગઢવી સહિત બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ સામે કાર્યવાહીની માગ સાથે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો?
નવરાત્રિના આયોજન દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ બિચકતો જઈ રહ્યો હતો. પોલીસ વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ સાથે ઉધના વિસ્તારની સિટીઝન કોલેજથી બંધની શરૂઆત કરવામાં આવી હતી.
AVBPના કાર્યકર્તાઓએ કોલેજ બંધ કરાવીને રસ્તા પર ઉતરી આવ્યા હતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાણી હતી. આ જ રીતે દિવસ દરમિયાન શહેરની તમામ કોલેજો બંધ કરવા માટે કાર્યકર્તાઓ એકઠા થઇ રહ્યા હતા. નવયુગ કોલેજ બંધ કરાવવા ગયેલા એબીવીપીના શહેર મંત્રી સહિત 9 કાર્યકર્તાઓની અટકાયત રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.