કોણ જવાબદાર? ગફલતભરી રીતે ST બસ હંકારતા ડ્રાઈવરે સુરત આવી રહેલ પિતરાઈ ભાઈઓનાં લીધા જીવ

ગુજરાત: સુરત (Surat) માં આવેલ કામરેજ (Kamaraj) મેઇન રોડ નજીક લસકાણા (Laskana) માં સર્જાયેલ એક દુર્ઘટનામાં બાઇક સવાર 2 પિતરાઇ ભાઇઓ આગળ જઇ રહેલી રિક્ષા (Rickshaw) સાથે અથડાઇને જમીન પર પટકાયા હતા. આ જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ST બસના પૈડાં બંને પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત (Death on the spot) થયા હતા. દુર્ઘટના સ્થળે ટ્રાફિક જામ સર્જાતા જેને હટાવવા પોલીસને ભારે જહેમત કરવી પડી હતી.

કામ અર્થે સુરત આવી રહ્યા હતા:
સરથાણા પોલીસ પાસેથી મળી રહેલ જાણકારી પ્રમાણે લસકાણામાં બળીયા બાપજી મંદિર નજીક 20 વર્ષનાં વિજય બાલા ચુડાસમા તેમજ 20 વર્ષનાં બાલો ઉર્ફ બાવલી કિશોર ચુડાસમા રહે છે. આ બંને પિતરાઈ ભાઈ રત્ન કલાકાર છે. બાલો હાલમાં જ રત્ન કલાકાર તરીકેનું કામ સિખ્યો હતો. રવિવારની સાંજે વિજય ચુડાસમા તથા બાલો બાઇક પર બેસીને લસકાણાથી સુરત શહેર બાજુ કોઈ કામ માટે આવી રહ્યા હતા. લસકાણાથી થોડા અંતરે એક કારના શો રૂમ સામે એક રિક્ષા પણ સુરત બાજુ આવી રહી હતી.

ડ્રાઇવર બસ મૂકીને ફરાર:
આ સમયે વિજયે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇકથી રિક્ષાને ટક્કર લાગી ગઈ હતી. જેને લીધે વિજય તથા બાલો નીચે પડી ગયા હતા. આ જ સમયે પાછળથી આવી રહેલ GJ-18-Z-2310 નંબરની ST બસનો ડ્રાયવર પુરપાટ ઝડપે તેમજ બેદરકારી પૂર્વક બસ ચલાવીને આવ્યો હતો. જેને લીધે બસ ના પૈડા બન્ને પરથી ફરી વળ્યા હતા.

લોકોએ બુમો પાડતા બસ ડ્રાયવરને એક્સિડન્ટ થયાનો ખ્યાલ આવ્યો હતો. બસનો ડ્રાયવર બસ મુકીને ભાગી ગયો હતો. વિજય તેમજ બાલોનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. સાંજના સમયે આ બનાવને લીધે ભારે ટ્રાફિક જામ પણ થયો હતો.

ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધાયો:
​​​​​​​પોલીસને જાણ કરતા સરથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી ગઈ હતી. પોલીસ દ્વારા બંને મૃતદેહ, બાઇક, રીક્ષા અને બસને સાઇડમાં કરી દેવાયા હતા. એમ છતા ટ્રાફિક ક્લિયર કરવા પોલીસે ભારે મહેનત કરવી પડી હતી. વિજય તથા બાલોના કાકા ભાદાભાઈ અરજણભાઈ ચુડાસમાએ બસના ડ્રાયવર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *