ભુપેન્દ્ર સરકારને પાટીદારોનું અલ્ટીમેટમ, જલ્દીથી અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો નહિતર ફરી ધમધમતું થશે આંદોલન

ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એક વાર પાટીદાર આંદોલનકારીઓ સક્રિય થયા છે ત્યારે આગામી સમયમાં આંદોલન ફરી શરુ થઇ તો નવાઈ નહિ. આંદોલનકારીઓએ સરકારને ચિમકી આપી છે કે, અનામત આંદોલન અંગે પાટીદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો રાજ્યમાં ફરી આંદોલન શરુ થશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(Patidar Anamat Andolan)ના નેતાઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને પત્ર લખીને પ્રશ્નો ઉકેલવા માટેની માંગણી કરી છે.

PAAS સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી આ માંગ:
પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે, અનામત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાઓને સરકાર દ્વારા સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી. સાથે પાટીદારોની અન્ય એક માંગણી પણ છે કે, શહીદ પરિવારોના પરિવારજનોને નોકરી આપવામાં આવે અને ત્રીજો પ્રશ્ન છે કે, આંદોલન વખતે થયેલાં પોલીસ કેસો તાત્કાલિક પરત ખેંચવામાં આવે.

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારના પ્રતિનીધીમંડળ સાથે મુલાકાત કરવા અંગે સમય માંગ્યો છે. અલ્પેશ કથીરિયાનું કહેવુ છે કે, હજુ સુધી અમને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઇ પણ પ્રકારનો પ્રત્યુતર મળ્યો નથી. તારીખ 31મી ઓક્ટોબર સુધી પાટીદારોના પ્રશ્ન ઉકેલવા સરકારને અમારા દ્વારા સમય આપવામાં આવ્યો છે. જો સરકાર પાટીદારોના પ્રશ્નો નહી ઉકેલે તો આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલનની મિટીંગમાં આંદોલનના કાર્યક્રમ ઘડવા અંગે મહત્વના નિર્ણય લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *