ગુજરાત(Gujarat): હવે નાગરિકોને હેરાન કરતાં TRB જવાનોની ખેર નથી કારણ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ બાંહેધરી લેતા TRB જવાનોથી જનતા પડી રહેલી તકલીફ પર મોટો આદેશ આપતા કહ્યું છે કે, જો નાગરિકો પાસે ઉઘરાણી કરવામાં આવશે તો કડક પગલાં ભરવામાં આવશે. TRB પોલીસ જવાન દ્વારા વાહન ચાલકો પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલતા હોવાના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોને આપ્યો મોટો આદેશ:
ગુજરાત સરકારનું ખૂબ સ્પષ્ટ વલણ છે, કે જો જનતા પાસે જો કોઈ ખોટા પૈસા લેતો TRB જવાન પકડાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક આદેશ આપતા કહ્યું હતું કે, TRBના જવાનોની જવાબદારી ઉપલાં અધિકારીની રહેશે અને જો નાગરિકો પાસે ઉઘરાણી કરતા ઝડપાશે તો મોટા પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, TRB જવાનનું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવાનું તેમજ ટ્રાફિક નિયમન કરવાનું છે તેથી કોઈ પણ TRB જવાન તમારી પાસે દંડના નામે રૂપિયા લઇ શકે નહીં. તે સત્તા ફક્ત પોલીસ તેમજ TRBના ઉપલા અધિકારીને જ સોંપવામાં આવેલ છે. તો જો કોઈ TRB જવાન તમને પકડે અને રૂપિયાની માગણી કરે તો સબૂત તરીકે વીડિયો ઉતારીને તેમના ઉપલા અધિકારીને બતાવી શકો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ TRB જવાનોની કામગીરીની તમામ જવાબદારી તેમના ઉપલા અધિકારીની હોય છે.
TRB જવાનનું મુખ્ય કાર્ય શું?
TRB જવાનનું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવી તેમજ ફક્ત ટ્રાફિક નિયમન કરવું છે. TRB જવાન દંડની વસૂલાત કરી શકે નહીં. TRB જવાન વાહન રોકે તો કોઈ કાર્યવાહી ન કરી શકે તેમના ઇન્ચાર્જ જ દંડ ઉઘરાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.