વિદેશોની સ્કૂલોને પણ ટક્કર મારે છે ગુજરાતની આ સરકારી શાળા, દુર-દુરથી સેકંડો વિદ્યાર્થીઓ આવે છે ભણવા

ગુજરાત: વર્ષોથી ગામડામાંથી (Village) શહેર (City) બાજુ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ભલે એ ભણતર (Learning) હોય કે પછી કોઈ નોકરીની તેમજ વિકાસની વાત…

ગુજરાત: વર્ષોથી ગામડામાંથી (Village) શહેર (City) બાજુ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ભલે એ ભણતર (Learning) હોય કે પછી કોઈ નોકરીની તેમજ વિકાસની વાત હોય. ગામના વિદ્યાર્થીઓ (Students) શહેરની ખાનગી શાળાઓમાં (Private schools) ખુબ મોટી રકમની ફી ભરીને અભ્યાસ કરવા માટે જતા હોય છે ત્યારે જામકંડોરણા (Jamkandora) તાલુકાની દુધીવદરની પ્રાથમિક શાળાએ આ ટ્રેન્ડને ઉલ્ટો કર્યો છે.

જામકંડોરણાની દૂધીવદર પ્રાથમિક શાળાને જોઈ આપને લાગશે જ નહિ કે, તમે સરકારી શાળામાં છો. શાળામાં પ્રવેશ કરતા જ સ્વચ્છ મેદાન, મેદાનમાં નાનો બગીચો, મેદાનમાં એક સ્ટેજ, આ બધું જોઈને અંદર પ્રવેશ કરો એટલે ક્લાસ રૂમમાં પ્રોજેક્ટર સાથે ટચ બોર્ડ પર અભ્યાસ કરાવતા શિક્ષકો જોવા મળશેય ક્લાસ રૂમને જોતા એવું લાગે કે, કોઈ કોર્પોરેટ ખાનગી શાળામાં આવી ગયા છો.

જામકંડોરણાથી અંદાજે 10 કિલોમીટર અંતરિયાળમાં આવેલ દૂધીવાદર ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી છે. શહેરમાંથી એક-બે નહીં પણ એક્સાથે કુલ75 જેટલા વિદ્યાર્થીઓ ગામની આ શાળામાં શિક્ષણ માટે આવે છે.

શાળાની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધીબધી જ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે. બધા જ ક્લાસ રૂમને ઈન્ટરનેટ, પ્રોજેક્ટર, ટચ બોર્ડ, લેપટોપ તથા LED સ્ક્રીનથી સજ્જ કરાયા છે. અહીં 1 થી લઈ ને 8 ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આધુનિક શિક્ષણ અપાય છે.

શિક્ષકો અહીં આવીને વિદ્યાર્થીઓને એક આધુનિક સાથે ગુણવત્તાસભર શિક્ષણ મેળવતા જોવા મળે છે. ગામમાં અપાતા ગુણવત્તાસભર શિક્ષણને લઈ અહીં શહેરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. શહેરમાંથી જયારે કોઈપણ વ્યક્તિ આ શાળાને જોવા માટે આવે ત્યારે તેઓ અચંબિત થઈ જાય છે.

શાળાને જોયા બાદ તમામ વાલીઓ એવું ઈચ્છે છે કે, એમના સંતાનો પણ આ સરકારી શાળામાં અભ્યાસ કરે. જામકંડોરણા બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે કે, જેમાં ડોક્ટર, વકીલ સહિતના વર્ગના સંતાનો અહીં આવીને ખુબ જ સારું શિક્ષણ મેળવી રહ્યાં છે.

આ શાળામાં જે ટચ બોર્ડ સાથે 2 D વીડિયો સાથે વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત તેમજ અન્ય વિષયની સમજ તથા અભ્યાસ કરાવાય છે જેને લઈ અહીંના વિદ્યાર્થીઓને તો અહીં જ્ઞાન સાથે ગમ્મ્ત થતી હોય એવું લાગી રહ્યું છે તેમજ અભ્યાસ કરવાનો આનંદ લેતા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *