ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, પાટીદાર અનામત આંદોલન(patidar anamat andolan) સક્રિય થતા રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક કેસ દાખલ કર્યા હતા. ત્યારે સરકાર દ્વારા કરવામાં આ કેસોને પાછા ખેંચવા માટે સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પાટીદારોએ સામાન્ય રીતે પોતાનું આંદોલન શરુ રાખ્યું હતું. પરંતુ હજુ સુધી પણ રાજ્ય સરકાર દ્વારા કેટલાય આંદોલનકારીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં આવેલ નથી. જેને લઈને ફરી એક વખત પાટીદાર આંદોલન સક્રિય થઈ રહ્યું છે.
ત્યારે રાજકોટમાં ભાજપ(BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે(CR Patil) પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે, પાટીદાર આંદોલનમાં અગાઉ કેટલાક કેસો રદ કરવામાં આવ્યા છે ત્યારે જે કેસ પરત નથી ખેંચાયા તે પણ આગામી સમયમાં પરત ખેંચવામાં આવશે. વધુમાં પાટીલે જણાવતા કહ્યું છે કે, 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે કહ્યું હતું કે, સરકારે જ વાયદો કર્યો તેના પર અડગ છે તેનું ચોક્કસપણે પાલન કરવામાં આવશે.
ત્યારે હવે રાજ્યમાં વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થઇ રહ્યો છે અને પોતાની એકતા દેખાડી રહ્યો છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉગ્ર બનતી જઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ જસદણ ખાતેના કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ખોડલધામના ચેરમેન, ઉમિયા ધામના ચેરમેન, લાલજીભાઈ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સ્ટેજ પર ઉપસ્થિત રહ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.