સુરત(Surat): શહેરના પાંડેસરા GIDCમાં ભીષણ આગ(Fire in Surat)ની ઘટના સામે આવી છે. પાંડેસરામાંઆવેલી વિવા સતી મિલ(Sati Mill)માં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગને કાબુમાં લેવા માટે 5 કરતા પણ વધારે ફાયર ફાયટરો તાત્કાલિક પણે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સતી મિલમાં આગ લાગવાથી આજુબાજુના વિસ્તારમાં પણ અફરાતફરી નો મહોલ સર્જાઈ ગયો છે.
સુરતના પાંડેસરા GIDCમાં અચાનક જ ફાટી નીકળી ભીષણ આગ- એક સાથે 5થી વધુ ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે pic.twitter.com/QpnWrg9Fg6
— Trishul News (@TrishulNews) November 27, 2021
મળતી માહિતી અનુસાર, આગ લાગ્યાની જાણ થતા જ ફાયર ફાઈટરની પાંચથી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો. પરંતુ આ આગ શા માટે ક્યાં કારણોસર લાગી તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
સતી મિલમાં આગ ફાટી નીકળવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. તાત્કાલિક ફાયરને કોલ આપવામાં આવતા ફાયર ફાયટરની પાંચથી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે આ મિલમાં કેટલું નુકશાન થયું અને કોઈ પણ પ્રકારની જાનહાની થઇ છે કે નહિ તે અંગેની માહિતી સામે આવે ત્યારે જ ખબર પડી શકે.
હાલમાં આ મિલમાં લાગેલી આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો ફાયર ફાઈટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.