કેન્દ્રીય ગૃહમંત્રી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, વિકાસને આપશે લીલીઝંડી- કરશે આ મોટા કામ

ગુજરાત(Gujarat): કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ(Amit Shah) 2 દિવસના ગુજરાત રાજ્યના પ્રવાસે છે. જ્યા અમિતશાહ આજે પોતાના મત વિસ્તારમાં એટલે ગાંધીનગર(Gandhinagar)માં વિકાસના કામોને લીલીઝંડી આપવાના છે. સાથે જ ગાંધીનગરમાં આવેલ અમૂલ ફેડ ડેરીમાં આજે અમિતશાહ દ્વારા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેને લઈને આજથી ગાંધીનગરમાં પુરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું અમિતશાહ કરશે ઉદ્ઘાટન:
આ સિવાય અમિતશાહ આજે અમૂલ ફેડ ડેરીમાં ઓટોમેટિક રોબોટિક સ્ટોરેજ અને રેટ્રીવાલ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરવાના છે. સાથે જ આજે તેઓ હાઈટેક વેર હાઉસિંગ સુવિઘાનું પણ ઉદ્ગાટન કરીને વિકાસના કામોને આગળ વધારવાના છે.

2022ની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે પૂરજોશમાં:
આપને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં અમિતશાહનો આ પ્રવાસ ઘણો ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણકે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અમિતશાહ સમીક્ષા કરવાના છે. સાથે જ તેમને યોગ્ય લાગશે ત્યા પાર્ટીને સલાહ સૂચન પણ આપવામાં આવશે. કારણ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 2022ની ચૂંટણીને ધ્યાને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પાવડર પ્લાન્ટનું કરવામાં આવશે ઉદઘાટન:
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલ ફેડ ડેરીમાં આજે અમિત શાહ સૌથી પહેલા જશે જ્યા તેઓ પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ગૃહમંત્રી હાઈટેક વેર હાઉસિંગ સુવિધાનું પણ આજે ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *