ભારતવંશી પરાગ અગ્રવાલ ટ્વિટરનાં નવા CEO બનતા જ એલન મસ્કે આપ્યું ચોંકાવનારુ નિવેદન- જાણીને તમને પણ થશે ગર્વ

ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કે(Elon Musk) સોમવારે ભારતના પરાગ અગ્રવાલ(Parag Agarwal)ને અભિનંદન પાઠવ્યા હતા, જેમને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અને કહ્યું હતું કે, ‘અમેરિકાને ભારતીય પ્રતિભાનો લાભ મળી રહ્યો છે.’ હાલમાં મોટાભાગના, વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ ભારતીય મૂળના લોકોના હાથમાં છે. સત્ય નડેલા(Satya Nadella) માઈક્રોસોફ્ટના સીઈઓ છે અને સુંદર પિચાઈ(Sundar Pichai) ગૂગલ ચલાવે છે અને હવે પરાગ અગ્રવાલ ટ્વિટર(Twitter)ને આગળ લઈ જશે.

તમને જણાવી દઈએ કે, ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપી દીધું છે અને હવે કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી પરાગ અગ્રવાલ તેમની જગ્યા લેશે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

વાસ્તવમાં, સ્ટ્રાઇપ કંપનીના કોફાઉન્ડર અને સીઇઓ પેટ્રિક કોલિસને એક ટ્વિટ દ્વારા પરાગ અગ્રવાલને શુભેચ્છા પાઠવી હતી અને તેના જવાબમાં ઇલોન મસ્કે કહ્યું હતું કે અમેરિકાને ભારતીય પ્રતિભાનો લાભ મળી રહ્યો છે. પેટ્રિકે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘Google, Microsoft, Adobe, IBM, Palo Alto, Networks અને હવે Twitter ચલાવતા તમામ CEO ભારતીય મૂળના છે.

જાણો કોણ છે પરાગ:
પરાગ અગ્રવાલે ટ્વિટરમાં એન્જીનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે સીઈઓનું પદ સંભાળવા જઈ રહ્યો છે. તેમણે 2017માં કંપનીના સીટીઓ (મુખ્ય ટેકનોલોજી અધિકારી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ટ્વિટર પર કામ કરતા પહેલા, પરાગે એટી એન્ડ ટી લેબ્સ, માઇક્રોસોફ્ટ અને યાહૂમાં કામ કર્યું હતું.

IIT બોમ્બેમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી:
ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલ IIT બોમ્બેમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. આ સિવાય તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટ કર્યું છે. પરાગ અગ્રવાલ 2011 થી ટ્વિટરમાં કામ કરી રહ્યા છે અને 2017 થી કંપનીના CTO તરીકે નિયુક્ત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *