ગુજરાત(Gujarat): ઓમિક્રોનના ખતરા સામે લડવા રાજ્યમાં રાજકોટ અને સુરત મહાનગર પાલિકા(SMC) એક્શન મોડમાં આવી ગઈ છે. ઓમિક્રોન(Omicron)ના હાઇરીસ્કવાળા 11 દેશમાંથી સુરત આવેલા 41 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાંથી 31 જેટલા મુસાફરોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 10 મુસાફરના રિપોર્ટ હાલમાં પેન્ડિંગ છે. તો અમેરિકા(America)થી કુંભારિયામાં આવેલા વૃદ્ધ દંપતીમાંથી પતિનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતામાં વધારો થયો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ દંપતીએ ફાઇઝરની રસી મુકાવી હતી. તેવી જ રીતે રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં વિદેશથી આવેલા 42 પ્રવાસીઓની અમદાવાદ ઈન્ટરનેશનલ એરોપોર્ટે રાજકોટ મહાનગર પાલિકાને યાદી મોકલી આપવામાં આવી છે. તેથી મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના તબીબો આ તમામના સરનામાઓ શોધી રહ્યા છે અને બધા ક્યા દેશમાંથી આવ્યા તેની નોંધ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ હાલમાં વિદેશથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જોખમી દેશની કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરોમાંથી 178 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવેલ છે. જેમાંથી 70 મુસાફરોનો રિપોર્ટ નેગેટીવ આવી ચુક્યો છે. જ્યારે 108 જેટલા લોકોનો રિપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે નોંધનીય છે કે, કુંભારિયા ગામના NRI વૃદ્ધે ગઈ તારીખ 10-03-21ના રોજ અમેરીકાના જેન્સેન ખાતે ફાયઝર રસીનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લઈ લીધો હતો. તો તેમના પત્ની એ પણ બંને ડૉઝ લીધા હતા. તેમ છતાં વૃધ્ધનો ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.