પહેલા કોરોના(Corona) અને હવે કોરોનાના નવો અને અત્યંત ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોને(Omicron) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે શું હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની તૈયારી દેખાઈ રહી છે. આ દરમિયાન ખૂબ જ ચિંતાની વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિદેશથી મહારાષ્ટ્ર(Maharashtra) આવેલા લગભગ 100 કરતા વધારે મુસાફરો ગુમ થયા છે. આ યાત્રીઓ વિશે હાલમાં કંઈ પણ પ્રકારની જાણકારી મળી નથી અને તે લોકોના ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ જણાવતા કહ્યું હતું કે, વિદેશથી થાણે જિલ્લામાં આવેલા 295 વિદેશી પ્રવાસીઓમાંથી 109 મુસાફરોનો અત્યાર સુધી પત્તો લાગ્યો ન હતો. તેમણે કહ્યું કે, આમાંથી મોટા ભાગના મુસાફરોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. આ સિવાય ઘણા મુસાફરો દ્વારા આપવામાં આવેલ એડ્રેસ પર તાળા મારેલા જોવા મળી રહ્યા છે.
વિદેશથી આવેલ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવા જરૂરી છે:
વિજય સૂર્યવંશીએ જણાવતા કહ્યું છે કે, સરકાની ગાઈડલાઈન્સ મુજબ ખતરનાક દેશોમાંથી આવતા લોકોએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું જોઈએ. જ્યારે બહારથી આવેલ લોકોન કોવિડ-19 ટેસ્ટ 8મા દિવસે કરવામાં આવે છે અને જો આ રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તેમને સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. હાઉસિંગ સોસાયટીના સભ્યોની જવાબદારી છે કે તેઓ એ સુનિશ્ચિત કરવા તૈયાર રહે કે, કોરોના સંબંધિત કોઈપણ પ્રકારના આ નિયમોનું ઉલ્લંઘન ન થાય.
4,480 જેટલા મુસાફરો વિદેશથી મુંબઈ પરત ફર્યા:
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણને કારણે ખતરો વધી ગયો છે. સોમવારના રોજ ભારતમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા વધીને 23 જેટલી થઈ ગઈ છે. ત્યારે હવે વિદેશથી આવેલ લોકો ગુમ થવા લાગ્યા છે જેને કારણે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં મોટો વધારો થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.