CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર- ગેસના ભાવમાં ઝીંકવામાં આવ્યો આટલાનો વધારો

ગુજરાત(Gujarat): હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં દેખાઈ રહ્યું છે પરતું કોરોનાના નવા વેરિએન્ટે(Omicron) દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, કોરોનામાં દહેશત વચ્ચે રાજ્યમાં CNG વાહન…

ગુજરાત(Gujarat): હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં દેખાઈ રહ્યું છે પરતું કોરોનાના નવા વેરિએન્ટે(Omicron) દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, કોરોનામાં દહેશત વચ્ચે રાજ્યમાં CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેમ કે અદાણી ગેસે(Adani Gas) ફરી CNGના ભાવમાં વધારો કરી દીધો છે. અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થયો છે જેથી હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયાએ પહોંચી ગયો છે.

CNG વાહન ચાલકોની મુશ્કેલીઓમાં થયો વધારો:
અત્રે ઉલ્લેખનીય છે કે, રિક્ષા ચાલકો પહેલાથી જ CNGના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળ પર ઉતરી આવ્યા હતા. ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા CNG વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોના કાળને લીધે પહેલેથી જ નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે ફરી હવે રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેણે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રિક્ષા ચાલકોના વિરોધ વચ્ચે CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા CNG વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. સતત આમ આદમી પર મોંઘવારીનો વાર થઇ રહ્યો છે. ભાવવધારો થતા સામાન્ય જનતાને મુશ્કેલીઓ વેઠવી પડી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *