ગુજરાતના આ મોટા શહેરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવતા મચ્યો હાહાકાર

ગુજરાત(Gujarat): રાજ્યના જામનગર(Jamnagar)ના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષના વૃદ્ધ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન(Omicron) વેરિએન્ટના શિકાર બન્યા છે જ્યારે તેઓને જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ(Corona)…

ગુજરાત(Gujarat): રાજ્યના જામનગર(Jamnagar)ના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષના વૃદ્ધ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન(Omicron) વેરિએન્ટના શિકાર બન્યા છે જ્યારે તેઓને જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં કોવિડ(Corona) પરિસરમાં અલગથી સારવાર આપવામાં આવી રહી છે.

આ દરમિયાન તેમના પરિવારના અન્ય બે મહિલા સભ્યો એવા તેમના પત્ની તેમજ સાળા પણ કોરોના સંક્રમિત થયા હોવાને કારણે જામનગરના આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. તે બંનેને પણ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેઓ બંનેને ઓમિક્રોન વેરિએન્ટના શંકાસ્પદ દર્દી ગણીને તેઓના નમુના ગાંધીનગર તેમજ પુનાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આજે મળી આવેલા બે પોઝિટિવ કેસને લઈને જામનગરનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. ઝિમ્બાબ્વેથી ટ્રાવેલ કરીને જામનગર આવેલા અને મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષના વૃદ્ધ કે જેઓ કોરોનાના નવા ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા છે, અને ઓમિક્રોન વેરિએન્ટનો ગુજરાતમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો.

જે દર્દીને હાલમાં જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં અલગથી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેઓની હાલમાં સઘન સારવાર ચાલી રહી છે. સાથોસાથ તેઓના પરિવારના કોરોનાના સેમ્પલો એકઠા કરવામાં આવ્યા હતા. જે પૈકી આજે વધુ બે સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ઓમિક્રોન વેરિયન્ટના દર્દીના અન્ય બે સગા એવા 65 વર્ષ તેમના પત્ની તેમજ 52 વર્ષની વયના તેમના સાળા કે જે બંને દર્દીઓના આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી જામનગરનું આરોગ્ય તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે અને તાત્કાલિક અસરથી બંને દર્દીઓને સરકારી ડેન્ટલ હોસ્પિટલના અલગથી બનાવાયેલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, અને બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *