સુરત(Surat): શહેરના પુણા પોલીસ સ્ટેશન(Pune Police Station)ના કમ્પાઉન્ડમાં એક્સેસ ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા માટે એલ.આર.પો. કો. હાર્દિકભાઇ જેરામભાઇના નામે રૂપિયા 3 હજારની લાંચ(3 thousand bribe) લેતા એક ખાનગી વ્યક્તિને એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પણ પોલીસે લાંચમાં લીધેલી રકમ પણ રિકવર કરી લીધી છે. ઝડપાયેલા ઇસમે 10 હજારની માગ કરી 3 હજાર રૂપિયામાં પતાવટ કરી લાંચ લેતા ઝડપાયો હોવાનું એસીબી દ્વારા જાણવા મળ્યું છે.
કોન્સ્ટેબલે વકીલ લઇને આવવાનું જણાવ્યું હતું:
ફરીયાદીની એક્સેસ ટુ વ્હીલર અને મોબાઇલ ફોન પુણા પોલીસ સ્ટેશનમાં જમા થયું હતું. જે છોડાવવા માટે ફરીયાદીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેથી કોર્ટે અરજી અભિપ્રાય માટે પુણા પોલીસ સ્ટેશનને મોકલી આપી હતી. જેથી ફરીયાદી તેઓની ટુ વ્હીલર તથા મોબાઇલ ફોન છોડાવવા માટે પુણા પોલીસ સ્ટેશન પહોચ્યા હતાં. તે વખતે પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા લોક રક્ષક હાર્દિકભાઇ જેરામભાઈએ તેઓને વકીલ લઇને આવવાનું માટે જણાવ્યું હતું.
પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ 3000ની લાંચ લીધી:
ફરીયાદી ભાઇએ મનોજ તિવારીનો કોન્ટેક્ટ કર્યો હતો. જેને લઈ મનોજ તિવારીએ એલ.આર.પો. કો. હાર્દિકભાઇ જેરામભાઇના નામે રૂપિયા 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ત્યાર બાદ રૂપિયા 3000માં પતાવટ કરવામાં આવી હતી. ફરીયાદીએ એસીબીનો કોન્ટેક્ટ કરી ફરીયાદ આપતા છટકું ગોઠવી મનોજ તિવારીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને એસીબીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.