ગુજરાત(Gujarat): રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ(Mukesh Patel)ના વતનમાં ઉભા રાખવામાં આવેલ ઉમેદવારની હાર થઇ હોવાનું સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી(BJP) ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી એવા મુકેશ પટેલના ગામ નઘોઈ(Naghoi)માં પરિવર્તન સામે આવ્યું છે.
જેમાં મુકેશ પટેલ દ્વારા ઉભા રાખવામાં આવેલ ઉમેદવારની કારમી હાર થઇ છે. જેમાં ખેડૂત સમાજના યુવા કાર્યકર હેમલ પટેલના માતા ગીતાબેન પટેલનો ભવ્ય વિજય થયો છે. જેમાં 761 મતોમાંથી માત્ર 8 મતોથી ગીતા પટેલનો વિજય થયો છે. આ પરથી કહી શકાય કે નઘોઈ ગામના લોકોએ પરિવર્તનના બીજ રોપી દીધા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામમાં હેમલત્તાબેન મુકેશભાઇ ગોલાણીની જીત થઇ છે. હેમલત્તાબેનનો વિજય થતા જ કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. તો ચોર્યાસી તાલુકાના વેડછાના રૂખીબેન દેસાઈ 207 મતથી જીત્યા છે અને ઓલપાડના કન્યાસી ગામે કોમલ મૈસૂરિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
તો ઓલપાડના અછારણ ગામમાં જલ્પાબેન ચિંતન પટેલનો 424 મતથી વિજય થયો છે. ઓલપાડ તાલુકાના ખોસાડીયા ગામમાં સરપંચ તરીકે પ્રમોદ ગણપત પટેલ 183 મતથી વિજેતા જાહેર થયા છે. તો ઓલપાડ તાલુકાના હાથીશા ગામમાં સરપંચ તરીકે મનહર પટેલનો ભવ્ય વિજય થયો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા જેટલું મતદાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ જાહેર થયા છે. રાજ્યમાં આ પ્રકારના પંચાયતી રાજને સમરસ પંચાયત કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન દરેક મતદાતાઓને બે મત આપવાના હોય છે.
એક મત સરપંચ માટે અને બીજો મત પોતાના વોર્ડમાં પંચાયત સભ્ય માટે આપવાનો હોય છે. વોર્ડની સંખ્યા વધારે હોવાના લીધે આ વખતે ઈલેક્ટ્રિક વૉટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન યોજવામાં આવ્યું હતું. જેને કારણે 23,112 મતદાન મથકો પર 37,451 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.