સુરતથી વૈષ્ણોદેવી જતા અને ખેડૂત આંદોલનમાં ફસાયેલા 1700 જેટલા મુસાફરોની મદદે આવ્યા દર્શનાબેન જરદોશ

સુરત(Surat): શહેરથી વૈષ્ણોદેવી(Vaishnodevi) જઈ રહેલા 1700 જેટલા મુસાફરો કટરામાં ફસાયા હતા.જેને કારણે ફસાયેલા લોકોએ રેલવે તંત્ર અને સરકાર પાસે આજીજી કરીને મદદ માંગી છે. પંજાબ(Punjab)માં ખેડૂતોના આંદોલનને કારણે કટરામાં જઈને ટ્રેનને રોકી દેવામાં આવી હતી. બીજી બાજુ મુસાફરોની મુસાફરીનો સમય પૂર્ણ થઇ જતા હોટલ ખાલી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટૂંક સમયમાં ટ્રેન વ્યવસ્થા શરૂ કરવા મદદ માંગવામાં આવી છે.

વૈષ્ણોદેવી યાત્રા દર વર્ષે દિવાળી પછી સુરતથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે. આ વર્ષે પણ વૈષ્ણવ દેવી યાત્રા ટ્રસ્ટ સેવા સુરતથી ગત 17મી તારીખની રાત્રે વૈષ્ણવ દેવીના દર્શન માટે ઉષ્ણા સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. આ ટ્રેનમાં 1700 જેટલા પ્રવાસીઓ વૈષ્ણોદેવીની યાત્રાએ ગયા છે. જ્યારે આ ટ્રેન મંગળવારના રોજ સુરત જવા માટે રવાના થવાની હતી. પરંતુ પંજાબમાં ખેડૂતોના સતત આંદોલનને કારણે ટ્રેન કટરા સ્ટેશન પર રોકવામાં આવી હતી.

ત્યારે આ ફસાયેલા લોકો દ્વારા મદદની પુકાર લાગતા સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા સ્પેશીયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્પેશીયલ ટ્રેન મારફતે તમામ અટવાયેલા મુસાફરોને સુરત લાવવામાં આવ્યા હતા. આ નાગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *