ગુજરાત(Gujarat): રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આજે ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) વધુ એક આગાહી કરતા હવે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અંબાલાલ દ્વારા કરેલી આગાહી(Forecast) અનુસરા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એક વાર વાતાવરણમાં પલટો આવી શકે છે.
4થી 11 જાન્યુઆરી વચ્ચે થઇ શકે કમોસમી વરસાદ:
જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની આગાહી કરવામાં આવતા જગતના તાતનો જીવ અધ્ધર થઇ ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4થી 11 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવી શકે છે જેથી ઠંડી અને કમોસમી વરસાદની ગતિવિધિ અવારનવાર ચાલુ રહેશે.
અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અચાનક વરસાદી માહોલ સર્જાઈ ગયો હતો. આ તરફ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડતા ખેડૂતો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.
માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જો હજુ પણ માવઠું થશે તો ખેડૂતો ચિંતાતુર બની જશે અને પાકને ખુબ જ નુકસાન પહોંચી શકે છે. આગામી સમયમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.