1600 શહેરોમાં 1.5 કરોડ ઘર જલ્દી બની જશે જીઓ હોમ, જાણો ક્યારથી..

જીઓ ફાઈબરની સેવા લેવા માટે રજીસ્ટર્ડ થઇ ગયેલા ૧૬૦૦ શહેરોના ૧.૫ કરોડ ઘર વહેલી તકે જીઓ હોમ બની જશે. જીઓની આ સેવા ૫ સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. જીઓ ફાઈબરના ગ્રાહકો માટે જીઓ પોસ્ટ પેડ પ્લસ સેવા પણ લોન્ચ થઇ રહી છે. આ બંને સેવાઓ લીધા પછી તમારું ઘર ૧૦૦ ટકા જીઓ હોમ બની જશે. ન્યુઝ એજન્સીઓ જણાવી રહી છે, કેવી રીતે તમે અત્યારે તમારા ટેલીવિઝનથી કોઈને વિડીયો કોલ નથી કરી શકતા, પરંતુ આ બંને પ્લાન લીધા પછી તમે કોઈપણ સંબંધીને ટેલીવિઝન સ્ક્રીનથી વિડીયો કોલ કરી શકશો.

એક જ જીઓ સેટ ટોપ બોક્સથી આખુ ઘર કનેક્ટ થઇ જશે :

તમારા ઘરના દરેક ડીવાઈસ પછી તે કમ્પ્યુટર હોય, ટેલીવિઝન હોય કે લેપટોપ હોય, દરેક ડીવાઈસ ઉપર તમે દરેક સુવિધા લઇ શકશો. એટલે કે તમે તમારા ઘરમાં ક્યાય પણ બેસીને જીઓ ફાઈબર ઉપર આપવામાં આવતી દરેક સુવિધા લઇ શકશો..

ડીટીએચ સેવા હેઠળ એકથી વધુ ટેલીવિઝન ઉપર સુવિધા લેવા માટે અલગથી ચાર્જ આપવાના રહેશે. જીઓ ફાઈબરમાં એક જ જીઓ સેટ ટોપ બોક્સથી આખું ઘર કનેક્ટ થઇ જશે. તમને અનલીમીટેડ સિનેમા જોવાની સુવિધા મળશે, કેમ કે જીઓ ફાઈબરમાં ઓટીટી સુવિધા ઇન બીલ્ટ રહેશે. એટલે કે અલગથી નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમના પૈસા આપવાની જરૂર નહિ રહે.

બોલીને બદલી શકાશે ચેનલ :.

જીઓ ફાઈબર સાથે તમને એક વિશેષ સુવિધા મળશે કે, તમે ટીવી સામે ઉભા થઈને કોઈ હીરો-હિરોઈનનું નામ લેશો અને તમારા ટેલીવિઝન સ્ક્રીન ઉપર તેના લેટેસ્ટ મુવીનું લીસ્ટ આવશે. એટલે કે કોઈ ચેનલને બદલાવવા માટે તમારે રીમોન્ટની જરૂર નહિ રહે. બોલીને તમે ચેનલ બદલી શકશો. દરેક પ્રકારની ગેમ પણ તમે તમારા ટેલીવિઝન સ્ક્રીન ઉપર રમી શકશો. ગેમિંગમાં તમારા મિત્રોને જોડવા માંગો છો, તો તે સુવિધા પણ તમને મળી રહેશે. એક સાથે ઘણા મિત્રો ટેલીવિઝન સ્ક્રીન ઉપર પબજી ગેમ રમી શકશે.

હોમ સિક્યુરીટીની સુવિધા પણ :

ઘરના રક્ષણ માટે પણ તમને મદદ મળી રહી છે. જીઓ ફાઈબર અને જીઓ પોસ્ટ પેડ પ્લસની જેમ તમને ઘરની દરેક પ્રકારની ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) એક બીજા સાથે જોડી શકશો. હોમ સિક્યુરીટીની જેમ તમને આ સુવિધા મળી શકે છે કે, તમારા ઘરની બહાર કોઈ વ્યક્તિ કૉલ બેલ વગાડે છે, તો તેનો ચહેરો તમારા ફોનની સ્ક્રીન ઉપર આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *