370 દુર કર્યા બાદ સરકારનો દાવો છે કે કાશ્મીરમાં શાંતિ છે, પણ BBCએ ભાંડો ફોડ્યો- વાંચો પુરાવા સાથેનો રીપોર્ટ

10 ઓગસ્ટના રોજ બીબીસી ન્યુઝ દ્વારા કાશ્મીરનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો માં ઘણા લોકો સરકારના કલમ ૩૭૦ને દુર કરવાના નિર્ણયનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવેલા દેખાતા હતા. મીડિયા ના મતે પોલીસ દ્વારા એકઠી થયેલી ભીડને વિખેરવા માટે ટીયરગેસ તેમજ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમ છતાં ભારત સરકારનું કહેવું છે કે આ ઘટના બની જ નથી. સરકાર આ ઘટનાને નકારે છે.

બીબીસીની જેમ જ વિશ્વ સ્તરે ચાલતી અલ જજીરા નામની ચેનલ પણ સ્વીકારે છે કે શ્રીનગરના આંદોલનકારીઓ પર ફાયરિંગ, ટીયર ગેસ અને રબર બુલેટ નો ઉપયોગ કરવામાં આવ્યો.

અન્ય એક ઇન્ટરનેશનલ ચેનલ કહે છે કે ઓછામાં ઓછા 10,000 લોકો ૯ ઓગસ્ટના રોજ સરકારના નિર્ણયનો વિરોધ કરવા એકઠા થયા હતા. આ ચેનલે પોલીસ તેમજ ત્યાં ઉપસ્થિત લોકો પાસેથી માહિતી મેળવી હતી.

આ સમાચાર બહાર પડતાં જ હોમ મિનિસ્ટ્રી દ્વારા 10,000 લોકો વિરોધ માં આવ્યા તે ઘટનાને બનાવટી અને ખોટી જાહેર કરવામાં આવી. હોમ મિનિસ્ટ્રી એ ખૂબ ઓછા લોકો (એટલે કે ૨૦ કરતાં પણ ઓછા) પ્રદર્શન કરી રહ્યા હતા તેમ કહ્યું.


કશ્મીર માં આંદોલન થવાની વાતને મોટી મોટી ન્યુઝ ચેનલ જેવી કે આજતક, india tv, રિપબ્લિક ટીવી અને zee news ખોટી બતાવી રહ્યા છે.

ઘણી બધી ઇન્ડીયન ન્યુઝ ચેનલ તેમજ સોશિયલ મીડિયા પેજીસ આ વિડીયો કાશ્મીરનો નથી, તેવું સાબિત કરી રહ્યા છે.

બીબીસી ના વિડીયો ને ખોટો સાબિત કરવા સરકાર તેમજ લોકો નીચે પ્રમાણે ના કારણો આપે છે :-

1) શ્રીનગર માં કોઈ મોટું પ્રદર્શન થયું જ નથી.

2) પ્રદર્શન કરનારા લોકોની ભીડ 20થી વધી જ નથી.

3) આ સમાચાર બનાવટી છે.

4) વિડીયો કશ્મીરનો નથી.

5) આંદોલનકારીઓ પર એક પણ ગોળી ચલાવવામાં આવી નથી.

તો ચાલો આપણે આ વિડીયો નું ફેક્ટ ચેક કરીએ

સમયની તપાસ :-

ઘણી બધી જગ્યાએ તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે લોકો પોસ્ટર લઈને ઊભા છે. આ પોસ્ટરમાં નીચે પ્રમાણેનું લખાણ છે.

“Abrogation of Article 370 is not acceptable for us Jammu and Kashmir”.

ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર ને મળેલો મહત્વનો દરજ્જો રદ કર્યો છે. ઉપરના ફોટામાં દેખાતા બેનર પરથી ખ્યાલ આવે છે કે આ વિડિયો જૂનો નથી. આમ છતાં હોમ મિનિસ્ટ્રી કોઈપણ પ્રકારના આંદોલન થવાની વાતને નકારે છે.

સ્થળની તપાસ :-

સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ વિડિયો કશ્મીરમાં ઉતારેલો નથી. ઘણા બધા લોકો કહે છે કે આ વિડિયો ભારતમાં જ ઉતારેલો નથી.

પરંતુ વીડિયોમાં દેખાતા અમુક દ્રશ્યોને જોઈને સ્વીકારવું પડે છે કે આ વિડીયો શ્રીનગરનો છે.

1) જેનબ સાહેબ મસ્જિદ :-

આ મસ્જિદ bbc ના વીડિયોમાં 1:31(1 મિનિટ, 31 સેકન્ડ) થી માંડી ને 1:57 ના સમયગાળા વચ્ચે જોઈ શકાય છે. આ મસ્જિદ અલ જજીરા ના વિડીયો માં પણ 0:27 થી માંડી ને 0:36 વચ્ચેના સમયગાળામાં દ્રશ્યમાન થાય છે.

અમે આ મસ્જીદની તપાસ કરી તો જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતી મસ્જિદ જેનબ મસ્જિદ છે. જેનબ મસ્જિદ અંચાર, સૌરામાં આવેલી છે.

આ મસ્જિદ અલ જીરાના બીજા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

2) રમજાન મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટ :-

બીબીસીના વીડિયોમાં 0:57 એટલે કે 57 મી સેકન્ડે એક મોટુ બેનર દેખાય છે. આ બેનર માં ‘રમજાન મેમોરિયલ’ લખેલુ સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે. રમજાન મેમોરિયલ એક શિક્ષા આપતું ટ્રસ્ટ છે, જે શ્રીનગરમાં આવેલું છે.

3) નાઈસ બેકરી :-

Bbc ના વીડિયોમાં 00:59 થી માંડી ને 1:08 સુધી ‘નાઈસ બેકરી’ નું બોર્ડ જોઈ શકો છો. આ બેકરી પણ શ્રીનગરમાં શેર-એ-કશ્મીર મેડિકલ ઇન્સ્ટિટ્યુટ પાસે આવેલી છે.

4) ઉપર જણાવેલા ત્રણેય સ્થાન 2.5 કિલોમીટરના અંતર માં સ્થિત છે :-

Google મેપ માં જોઈ શકો છો કે આ ત્રણેય સ્થાનો- જેનબ મસ્જિદ, રમજાન મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટ અને નાઈસ બેકરી વચ્ચે નું અંતર ખૂબ ઓછું છે. આંદોલનકારીઓ આ અંતર ચાલીને પણ કાપી શકે છે.

5) સાર્પ આઈસાઈટ હોસ્પિટલ :-

બીબીસીના વીડિયોમાં થોડા સેકન્ડ માટે જ્યારે લોકો આમ-તેમ ભાગદોડ કરી રહ્યા છે, પોલીસ દ્વારા બુલેટ ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે, તે સમયે એક થાંભલા પર લાગેલા બોર્ડ પર અમારી નજર ગઈ. બીબીસી દ્વારા ઉતારેલ વિડીયો ખુબજ ક્લિયર ન હોવાના કારણે આ બોર્ડ પર લખેલ માહિતી સ્પષ્ટ દેખાતી નથી. અમે આ બાબતે bbc ન્યુઝ સાથે સંપર્ક કરી અને તેમની પાસેથી HD કોલેટી માં વિડીયો મંગાવ્યો. તેમાં જોવા મળ્યું કે આ થાંભલા પર લાગેલા બોર્ડ પર એક હોસ્પિટલ ની જાહેરાત છે. હોસ્પિટલનું નામ ‘સાર્પ આઈસાઈટ હોસ્પિટલ’ છે જે શ્રીનગરમાં આવેલ છે.

અમારા ફેક્ટ ચેક માં સાબિત થઈ છે કે બીબીસી અને અલ જજીરા દ્વારા ઉતારવામાં આવેલ વિડીયો શ્રીનગર નો જ છે. આર્ટીકલ 370 વિરુદ્ધ નું પોસ્ટર જોતા સાબિત થાય છે કે, કશ્મીર ના લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે એકઠા થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ સરકાર 20થી પણ ઓછા લોકો એકઠા થયા ની વાત કરી રહી છે. બીબીસી કહે છે કે લોકોને ડરાવવા માટે ટિયર ગેસ તેમજ લાઈવ રાઉન્ડ ફાયરિંગ નો પણ ઉપયોગ થયો હતો અને બીબીસી પોતે જાહેર કરેલ વીડિયો સાચો છે, તે વાત પર અડગ છે. પરંતુ સરકાર અને અમુક મીડિયા હાઉસ આ વાત સતત નકારી રહ્યા છે.

ALT NEWS થી ભાષા ઈનપુટ સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *