મોદીએ ગુજરાતમાં મુસ્લિમોનો સફાયો કર્યો, RSSના ગુંડાઓ કાશ્મીરમાં ફરી રહ્યા છે- જાણો કોણે લગાવ્યો આરોપ

1445
TrishulNews.com

કલમ ૩૭૦ રદ થયા બાદ પાકિસ્તાન જે રીતે રઘવાયું થયું છે જોઇને દુનિયાભરના દેશોએ તેનું સમર્થન કરવાનું ટાળ્યું છે. ત્યારબાદ મૌન રહેલા વિશ્વના તમામ દેશો સામે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને બળાપો ઠાલવ્યો છે.ઈમરાન ખાને ગુરુવારે ટ્વિટર પર એક વાર ફરીથી જમ્મુ કાશ્મીર અંગે ધમકી આપી અને દુનિયાની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી છે. ઈમરાને ટ્વીટર પર આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીર પર દુનિયાના મૌન પર સવાલ ઉઠાવ્યા. ઈમરાને આ સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને આના ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી દીધી. ઈમરાને આરોપ લગાવ્યો છે અને કહ્યુ છે કે જો દુનિયા આજે શાંત કરી તો પછી તે કાશ્મીરમાં સેરબેરનિકાની જેમ નરસંહાર અને મુસલમાનોના ખતમ થવાની ઘટના જોશે.

ઇમરાન ખાને પ્રધાનમંત્રી મોદી પર સીધો આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં જે રીતે નરેન્દ્ર મોદીએ મુસલમાન નો સફાયો કર્યો તે રીતે હવે કાશ્મીરમાં તેઓ RSS ના ગુંડાઓને મોકલી રહ્યા છે.ભારતે પચાવી પાડેલા કાશ્મીરમાં પહેલથી જ સૈન્ય ગોઠવાયેલું છે, સંદેશ વ્યવહાર સંપૂર્ણ પણે બંધ છે.

ઇમરાન ખાને જમ્મુ કાશ્મીર ને ભારતે પચાવી પડેલો ભાગ દર્શાવ્યો છે. ઈમરાને ટ્વીટ કર્યુ અને લખ્યુ, ‘શું દુનિયા આ જ રીતે કાશ્મીરમાં ચૂપચાપ સેરબ્રેનિકા ટાઈપ નરસંહાર જોતી રહેશે?’ ત્યારબાદ ઈમરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકી પણ આપી. ઈમરાને લખ્યુ, ‘હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા ઈચ્છીશ કે જો આ થવાની મંજૂરી આપવામાં આવી તો પછી તેના ઘણા ગંભીર પરિણામ આવશે અને મુસ્લિમ વર્લ્ડમાં આના ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળશે જેમાં કટ્ટરપંથની શરૂઆત થશે અને હિંસાનો દોર શરૂ થશે.’

ભારતે જમ્મુ કાશ્મીર રાજ્યને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરી દીધો છે. સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે સંઘ શાસિત પ્રદેશોમાં વહેંચી દીધુ છે. આ નિર્ણય બાદ પાકે ભારત સાથે બધા રાજદ્વારી સંબંધ ખતમ કરી દીધા અને ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને પણ પાછા મોકલી દીધા. સાથે ટ્રેન સેવા અને લાહોર બસ સેવા પણ બંધ કરી દીધી છે.

Loading...

Loading...