માછલીએ કોઈનો જીવ લીધો હોય, તેવી ઘટના તમે ભાગ્યે જ સાંભળતા હશો. હાલ આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિરાન્હાના નામની માછલીના હુમલાથી એકસાથે ચાર વ્યક્તિના મોત થયા હતા, સાથોસાથ 20 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. છેલ્લા કેટલાક સમયથી પિરાન્હાના માછલી નો આતંક ખૂબ જ વધી રહ્યો છે, ત્યારે દરરોજ દરરોજ આવી ઘટના સામે આવતા લોકોમા ડરનો માહોલ છવાયો છે.
દક્ષિણ અમેરિકાના પેરાગ્વે દેશમાં એક સાથે ચાર લોકોના મોત અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થતા ચકચાર મચી હતી. સામાન્યતઃ બીચ પર ફરવા ગયેલા લોકોની સંખ્યા ખુબ જ વધારે હોય છે, તેવા સમયમાં પીરાના માછલીના આતંકથી ફરવા જતા લોકો હજારવાર વિચાર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના એક સાથે નથી બની પરંતુ ક્રમશ ધોરણે બની છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, બીચ પર ગયેલો બાવીસ વર્ષનો યુવક અચાનક જ ગાયબ થઈ જતા લોકોમાં અરેરાટી મચી હતી. વાસ્તવમાં બીચ ઉપર ફરવા ગયેલો યુવક અચાનક ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોએ યુવકની ખૂબ શોધખોળ કરી, તેમ છતાં યુવકનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસની મદદ લીધી હતી, અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
જ્યારે પોલીસે મામલો હાથમાં લીધો, ત્યારે પોલીસને એક લાશ મળી આવી હતી. લાશની હાલત એટલી ખરાબ હતી કે, મૃતદેહની ઓળખ પણ થવી ખૂબ જ મુશ્કેલ હતી. ત્યાર બાદ માલૂમ પડ્યું કે, આ યુવક પિરાન્હા માછલીનો શિકાર થયો હતો. જ્યારે આ યુવક પેરાગ્વે નદીમાં નાહવા ગયો ત્યારે પિરાન્હા માછલીએ ફાડી ખાધો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. અને રિપોર્ટમાં પણ સાફ દેખાતું હતું કે, પિરાન્હા માછલીએ જ આ યુવકનો જીવ લીધો છે.
આવી જ ઘટના થોડા સમય પહેલાં બની હતી. આધેડ વયનો એક વ્યક્તિ આ જ નદીમાં નાહવા ગયો હતો, અને થોડા સમય પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત આવી ઘટના સર્જાતા ત્યાંના મેનેજર એડ્રિયાને જણાવતા કહ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે આ નદીમાં કેમિકલ નાખવા અંગે વિચારી રહ્યા છીએ. જેના કારણે આ પિરાન્હા માછલીઓ અહીં આવતા લોકોથી દૂર રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.