IPLનાં ટાઈટલ સ્પોન્સરને લઇ સૌથી મોટા સમાચાર આવ્યા સામે- Vivoને બદલે આ ભારતીય કંપનીને સોંપાઈ કમાન

IPL 2022ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. વિવોએ ટાઈટલ સ્પોન્સરશિપ(Title Sponsorship)માંથી પીછેહઠ કરી છે. તેમના સ્થાને ટાટા ગ્રુપ(Tata Group) આવતા વર્ષથી IPLનું ટાઇટલ સ્પોન્સર બનશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે(Brijesh Patel) ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર એજન્સી પીટીઆઈને માહિતી આપી છે કે આગામી વર્ષથી ટાટા આઈપીએલના ટાઈટલ સ્પોન્સર હશે. ટાટા ચીની મોબાઈલ કંપની વીવોનું સ્થાન લેશે. મંગળવારે મળેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ટાટાને IPLનો ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યો હતો.

VIVO એ વર્ષ 2018માં IPL ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ ખરીદ્યા હતા. આ અંતર્ગત કંપનીએ દર વર્ષે ટાઈટલ સ્પોન્સર તરીકે બીસીસીઆઈને 440 કરોડ આપવાના હતા. Vivoનો આ કોન્ટ્રાક્ટ 2022 સુધીનો હતો. જો કે, ભારત-ચીન સરહદ વિવાદ ઊંડો થયા પછી, જ્યારે ચીનની મોબાઇલ કંપનીઓએ દેશમાં વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે Vivoએ પોતાને એક વર્ષ માટે ટાઇટલ સ્પોન્સરશિપથી દૂર કરી દીધું. તે જ સમયે તે સ્પષ્ટ હતું કે Vivo હવે આ ડીલને આગળ ધપાવશે નહીં.

IPLની ગવર્નિંગ કાઉન્સિલની નજીકના એક સૂત્રએ સમાચાર એજન્સી ANIને કહ્યું, “હા, અમે ટાટાને ટાઇટલ સ્પોન્સર તરીકે જોઈ રહ્યા છીએ ત્યારથી અમને ખબર પડી કે VIVO BCCI સાથેનો કરાર સમાપ્ત કરવા માંગે છે. જોકે, કોન્ટ્રાક્ટમાં હજુ 2 વર્ષ બાકી હતા. આવી સ્થિતિમાં, ટાટા બાકીના સમય માટે IPLના મુખ્ય ટાઈટલ સ્પોન્સર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *