રાજકોટ(Rajkot)માં રહેતો એક યુવકની વાત કરવાના છીએ, જેણે દિવ્યાંગ હોવા છતાં દરેક એવા કામ કરી બતાવ્યા છે, જે કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. તેનું નામ સ્મિત છે. સ્મિત(Smit) ઉંમર 17 વર્ષની છે. સ્મિત નાની ઉંમરે જ બીમારીથી પીડાતા દિવ્યાંગ(Divyang) થયો હતો. સ્મિત દિવ્યાંગ જરૂર હતો પરંતુ તેની માતાએ ક્યારેય પણ સ્મિતને તેનો અનુભવ થવા દીધો નથી. સ્મિતની માતાનું નામ હીનાબેન છે. હિનાબેને(Hinaben) જન્મ આપ્યો તેના ત્રણ મહિના પછી ગંભીર બીમારી થઇ હતી.
આ બીમારીના લીધે સ્મિતના હાથ અને પગ બંને કામ કરતા બંધ થઇ ગયા હતા, અને દિવ્યાંગ બની ગયો હતો. સ્મિતની માતા 24 કલાક તેની સાથે જ રહે છે. સ્મિતના હાથ પગ કામ કરતા ન હતા પરંતુ તે નાક દ્વારા મોબાઈલ ચલાવતો હતો. સ્મિત પહેલાથી જ ભણવામાં હોશિયાર અને બુધ્ધીશાળી હતો. તેથી તેની માતા તેણે ભણવામાં પણ ખુબ મદદ કરે છે. હીનાબેન સ્મિતને શાળામાં લેવા-મુકવા પણ જાય છે.
સ્મિત ભણવાની સાથે-સાથે કામ પણ કરે છે. સ્મિત લોકડાઉનના સમયમાં ઘરે બેસીને ઓનલાઈનનો ધંધો કરતો હતો. તેના આ ધંધામાં ઘણાં લોકો સપોર્ટ પણ કરે છે. સ્મિત મોટો થઈને અધિકારી બનવા માંગે છે, તેથી તેની માતા તેને UPSC ની પરીક્ષા માટે પણ તૈયાર કરી રહ્યા છે.
સ્મિત દિવ્યાંગ હોવા છતાં પણ દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરે છે. તેની માતા તેણે ખુબ જ સપોર્ટ કરે છે તેથી સ્મિત તેની માતાનું નામ રોશન કરવા માંગે છે. હાલ ઘણા એવા લોકો છે, જેઓ પોતે શારીરિક ખોટખાપણ હોવા છતાં મનથી મજબુત બનીને દરેક કર્યો કરે છે, અને પોતાના સપના સાકાર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.