ગુજરાત(Gujarat): ભુજ(Bhuj)ના ઔધોગિક શહેર ગાંધીધામ(Gandhidham)માં આજે સોમવારના રોજ સવારે 11.30 વાગ્યાની અરસે ઝોન તરફ જઈ રહેલી એક ટ્રક છકડો રિક્ષા ઉપર ચડી જતા ભયંકર અકસ્માત(Accident) સર્જાઈ જવા પામ્યો હતો. અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઇ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે 40 વર્ષના રીક્ષા ચાલક અનવર આમદ કુંભાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ લોકોને ઉપસ્થિત લોકોએ જેસીબીની મદદ વડે બહાર લાવી 108 એમબ્યુલન્સ મારફતે ઈલાજ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ગાંધીધામ શહેરથી ઝોન બાજુ આગળ જઈ રહેલી રીક્ષા ઉપર પાછળથી આવતી ટ્રક ચડી ગઈ હતી અને મુસાફરો સાથેની રિક્ષા ટ્રક તળે કચડાઈ ગઈ હતી. આ અંગે પોલીસના સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં એક મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. કુલ કેટલા લોકો રિક્ષામાં સવાર હતા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.