આ ખુરશી પર બેસનાર 63 વ્યક્તિએ ગુમાવ્યો જીવ, જાણો રહસ્ય વિશે,જુવો વીડિઓ

ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એવી અનેક વસ્તુઓ છે જેને શ્રાપિત માનવામાં આવે છે. આવી વસ્તુઓમાંથી એક છે થોમસ બસ્બીની ખુરશી. માન્યતા છે કે આ…

ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એવી અનેક વસ્તુઓ છે જેને શ્રાપિત માનવામાં આવે છે. આવી વસ્તુઓમાંથી એક છે થોમસ બસ્બીની ખુરશી. માન્યતા છે કે આ ખુરશી એટલી અપશુકનકારી છે કે તેના પર બેસનાર વ્યક્તિનું મોત થઈ જાય છે. આ ખુરશી પર બેસનાર 60થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હાલ આ ખુરશીને ઈંગ્લેંડના સર્કસ મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. આ ખુરશીને અહીં 6 ફુટની ઊંચાઈ પર રાખવામાં આવી છે. લોકો ડરે છે કે ભુલથી પણ જો કોઈ તેના પર બેસી જાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

આ ચેર થોમસ બસ્બી નામના વ્યક્તિની છે. તેને આ ચેર અત્યંત પ્રિય હતી અને એટલા માટે જ તેને જરા પણ પસંદ ન હતું કે તેની ચેર પર અન્ય કોઈ બેસે. થોમસની આ ચેર પર તેના પરીવારના સભ્યોને પણ મનાઈ કરવામાં આવી હતી. પરંતુ એક દિવસ તેના સસરા આવ્યા અને આ ચેર પર બેઠા. થોમસ આ વાતથી એટલો નાખુશ થયો કે તેણે તેમની હત્યા કરી દીધી. આ ઘટના બાદથી ચેરને પણ શ્રાપિત ગણવામાં આવે છે.

માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ ચેર પર બેસવાનો પ્રયત્ન કરે છે તેનું મોત 2 દિવસની અંદર જ થઈ જાય છે. 63 લોકોના મોત થયા બાદ આ ચેરને મ્યૂઝિયમમાં રાખી દેવામાં આવી છે. આ ચેર અને લોકોના મૃત્યુ પાછળ શું સંબંધ છે તે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *