એક તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘણા કડક નિયમો લાદવામાં આવ્યા છે. ત્યારે સુરત (Surat) ની ઓલપાડ (Olpad) વિસ્તારની વિવેકાનંદ કોલેજે (Vivekanand College) એક જ ક્લાસમાં 200થી વધુ વિદ્યાર્થીઓને ભરી, કોરોના ગાઇડલાઈન્સ (Corona Guidelines) ના લીરેલીરા ઉડાવ્યા હતા સાથોસાથ આ દરેક વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા. એક તરફ કેસનો આંકડો વધી રહ્યો છે, સરકારે ઓનલાઇન શિક્ષણ ફરીથી શરૂ કરાવી દીધું છે. તેવા સમયે વચ્ચે આ કોલેજમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી 80 વિદ્યાર્થીઓના ક્લાસમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા. જો આમાંથી કોઈ પણ વિદ્યાર્થી સંક્મિત થયો હોત તો જવાબદાર કોણ?
વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે, એક ક્લાસરૂમમાં એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ ગીચો-ગીચ ભરાઈને બેઠા છે. સાથોસાથ ઘણા વિદ્યાર્થીઓના મોઢે માસ પણ નથી દેખાઈ રહ્યા. VNSGU દ્વારા સંચાલિત વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમવું હવે આમ વાત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
કારણ કે ગયા વર્ષે પણ, આવા જ એક મામલે વિવેકાનંદ કોલેજ વિવાદોમાં સપડાઈ હતી. હાલ ફરી એકવાર એક જ ક્લાસમાં 200 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડી કોરોનાને મોખરું મેદાન પૂરું પાડ્યું છે. વિડીયોમાં સાફ-સાફ દેખાઈ રહ્યું છે કે, અમુક બેન્ચીસોમાં બે-ત્રણ નહિ પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓ બેઠા છે.
આ પહેલા પણ વિવાદોમાં ફસાઇ છે વિવેકાનંદ કોલેજ
ગતવર્ષે, ઓફલાઈન શિક્ષણ સંપૂર્ણપણે બંધ હોવા છતાં, વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબમાં બોલાવ્યા હતા, અને કોરોના ગાઈડલાઈન્સ અને સરકારના નિયમોનો ઉલ્લઘન કર્યું હતું. હાલ સૌથી મોટો સવાલ એ છે કે, આ તસવીરો જોઈને તંત્ર શું કાર્યવાહી કરે છે? કારણ કે, આટલા બધા વિદ્યાર્થીઓ માંથી કોઈ સંક્રમિત થાય, તો જવાબદાર કોણ રહેશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.