મૂળ રાજકોટ (Rajkot) ના ધ્રોલ (Dhrol) ના અને હાલ સાધુવાસવાણી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતા યુવકે આજે સવારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જોકે, મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકે કુખ્યાત મહિલા ડ્રગ સ્મગલરના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હતું અને પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ધ્રોલના રહેવાસી અને હાલ રાજકોટની ભીભંજન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય જય કિશોર ભાઈ રાઠોડ નામના યુવકે આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, યુવક આર્થિક સંકડામણથી કંટાળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને રાઇટર લક્ષ્મણભાઈ ઘટના સ્થળે પહોચ્યા હતા.
પત્ની સાથે એક વર્ષ પહેલા છૂટાછેડા
જય રોજીરોટી માટે મજૂર તરીકે કામ કરતો હતો અને પરિવારનો એકનો એક પુત્ર હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તેણે એક વર્ષ પહેલા તેની પત્નીથી છૂટાછેડા લીધા હતા. પોલીસે જયના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક જયના પરિવારને ખબર પડી કે કુખ્યાત મહિલા ડ્રગ સ્મગલર સુધા ગઈકાલે ઘરે આવી હતી અને જય સાથે ઝઘડો કર્યો હતો. આ પછી જયે વહેલી સવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે, જયના પરિવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં રાખ્યા બાદ પોલીસ કમિશનરની કચેરીએ આ ઘટનામાં ન્યાય અને સુધાની હેરાનગતિમાંથી મુક્તિ મેળવવા અરજી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.