તમે જોયું હશે કે જયારે કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરે ત્યારે એ નસામા આવી ના કરવાની હરકતો કરે છે. અને આ ઘટનામાં કોઈ વ્યક્તિને નહિ પણ એક ઝાડને દારૂ થઈ ઉછેરવામાં આવે છે. અને આ ઘટના પછી આ ઝાડની પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે.
શું તમે ક્યારેય પણ કોઈ વૃક્ષની ધરપકડની વાત શાંભળી છે. હવે તમે વિચારશો કે કોઈ પોલીસ અધિકારી ઝાડની ધરપકડ કેમ કરે ? જો વધારે નડતરરૂપ હોય તો તેને કાપી નાખવામાં આવે. પરંતુ એક જેલરે નશાની હાલતમાં એક વૃક્ષની ધરપકડ કરી અને તે વૃક્ષ આજ સુધી મોટી સાંકળોથી બંધાયેલું જોવા મળે છે.
આ ઘટના વર્ષ 1898ની છે. જ્યારે પાકિસ્તાન પણ આપણુ હતું અને સોનાની ચકલી અંગ્રેજોની કેદમાં હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ સ્થિત લંડી કોટલ આર્મી કૈંટોનમેંટમાં ફરજ બજાવતા એક બ્રિટિશ ઓફિસર જેમ્સ સ્ક્વિડે એક દિવસ વધારે શરાબ પી રાખી હતી. નશાની હાલતમાં તે બગીચામાં ફરી રહ્યા હતા. અચાનક અધિકારીને લાગ્યું કે વૃક્ષ તેની તરફ આવી રહ્યું છે અને તે હુમલો કરીને તેનો જીવ લઈ લેશે.
તેમણે તરત જ મેસના સાર્જન્ટને ઓડર આપ્યો કે તાત્કાલિક આ વૃક્ષની ધરપકડ કરવામાં આવે. ત્યાર બાદ ત્યાં હાજર સિપાહીઓએ વૃક્ષને સાંકળ વડે બાંધી દીધુ. પાકિસ્તાન આઝાદ તો થઈ ગયું પરંતુ ત્યાના લોકોએ વૃક્ષની સાંકળો ન કાઢી. ત્યાંના લોકોનું માનવું છે કે આ વૃક્ષ અંગ્રેજોના અત્યાચારનું પ્રતિક છે.
આ જોઈને લોકોને આ વાતનો અંદાજો થશે કે આખરે કેટલી હદે અંગ્રેજો લોકો ઉપર અત્યાચાર કરતા હતા. આની સાથે લોકોએ તે વૃક્ષ પર એક તખ્તી પણ લટકાવી દીધી ‘I am Under arrest’. તેની સાથે સમગ્ર ઘટનાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.