ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કરોડો લોકો ઈચ્છે છે કે મારે કિંગ ખાનની સાથે બેસવું છે, જાણો કિંગ ખાનની સાથે બેસી મેચ જોનારો યુવક કોણ છે ?

આઈ.પી.એલમાં KKR ની મેચ દરમિયાન કિંગ ખાનની બાજુમાં બેઠેલા આ છોકરાના કાળા રંગને કારણે ઘણાં લોકોએ તેનો મજાક ઉડાવ્યો હતો. પણ ખરેખર સચ્ચાઈ જાણીને તમને પણ ખુબ આશ્ચર્ય થશે. બોલીવુડના કિંગ કહેવાતા શાહરૂખ ખાન પાસે બેસવા માટે દુનિયાનાં મોટા ભાગના લોકો તરસી રહ્યા છે, પણ દરેકને એવો ચાન્સ મળતો નથી. શાહરૂખ ખાન IPL દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહે છે, તેમની ટીમ KKRનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક મેચમાં હાજર રહે છે.

કોણ છે આ યુવક ?

સોસિયલ મીડિયામાં સૌથી વધુ જે સવાલ પર ચર્ચા થઇ તે સવાલ હતો કે, શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો કોણ છે? આ સવાલની સાથે સોશિયલ મીડિયા પર ફોટો ખુબ વાયરલ થયો. કોલકતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે એમ.એ. ચીદમ્બરમ સ્ટેડીયમમાં થયેલ મેચ દરમિયાન શાહરૂખ ખાનની સાથે આ છોકરો બેઠો હતો. આ ફોટા શાહરૂખ કરતાંયે વધુ આ છોકરાને કારણે વાયરલ થયો હતો.

શાહરૂખ ખાનની બાજુમાં બેઠેલો આ છોકરો કોઈ સામાન્ય છોકરો નથી પણ આ છોકરા વિષે જાણીને તમે પણ ચકિત થઇ જશો. આ છોકરાની ત્વચા કાળી છે, જેના કારણે તેનો ખુબ મજાક બનાવ્યો છે પણ તમને જણાવી દઈએ કે આ સાધારણ છોકરો નથી. સ્ટેડીયમના વી.આઈ.પી સ્ટેન્ડમાં શાહરૂખ ખાનની બાજુ વાળી સીટમાં બેઠેલા છોકરાનું નામ ‘એટલી કુમાર’ છે.

એટલી તમિલ ફિલ્મનો પ્રખ્યાત ચમકતો તારો છે અને તમિલનાડુના મદુરેમાં જન્મેલા એટલી કુમારનું સાચું નામ અરુણ કુમાર છે. તે તમિલ ફિલ્મોમાં નિર્દેશક અને સ્ક્રીન પ્લે-રાઈટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે વર્ષ 2013 માં રાજા-રાણી ફિલ્મથી પોતાનું ડેબ્યુ કર્યું હતું અને ત્યાર પછી ઘણી તમિલ ફિલ્મો નિર્દેશિત કરી છે.

શાહરૂખ ખાનની બાજુમાં બેસી મેચ જોવાનું હતું સપનું:

હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મો કોઈ ખાસ કામ નથી કરી રહી પણ તેમ છતાય તેમના ચાહકો કોઈ ઓછા નથી. જયારે એટલી કુમારની સાથે શાહરૂખ ખાનનો આ ફોટો વાયરલ થયો તો ઘણા એવા કોમેન્ટસ આવ્યા કે જેમાં લોકોએ લખ્યું હતું કે શું અમે ખરાબ છીએ કે તમે આવા લોકો સાથે બેઠા છો ?  શાહરૂખ ખાનની પ્રસિદ્ધિ આખી દુનિયામાં છે અને તેમની ઘણી સુપરહિટ ફિલ્મોને કારણે તે આજે પણ સુપરસ્ટારની કેટેગરીમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.