સુરત(Surat): શહેરના રાંદેર(Rander) કોઝ વે બ્રિજ(Causeway Bridge) પર મંગળવારે મોડી સાંજે ટેમ્પો, મોપેડ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત(Triple accident) સર્જાયો હતો. જેમાં લેબર કોન્ટ્રાક્ટરના બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મોપેડ પર સવાર માતા-પુત્રી પૈકી પુત્રીનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક લેબર કોન્ટ્રાક્ટર લગ્નમાં ગયેલા મિત્ર સાથે પરત ફરી રહ્યો હતો.
View this post on Instagram
આશ્ચર્યજનક રીતે થયો અકસ્માત:
પોલીસે જણાવ્યું હતું કે, કતારગામની ભગવાનનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય મુકેશભાઈ બોઘાભાઈ બારૈયા લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને તેમની પત્ની અને એક પુત્ર સાથે રહેતા હતા. મુકેશભાઈ મંગળવારે સવારે નવ વાગ્યાના સુમારે તેમના મિત્ર દિનેશ સાથે રાંદેરમાં લગ્ન માટે બાઇક પર જઈ રહ્યા હતા. મુકેશભાઈ સિંગણપુર સાઈટથી કોઝવે બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેની બાઇક નાના ટેમ્પોની પાછળ જઈ રહી હતી. દરમિયાન નાના હાથી ટેમ્પોની સામેથી માતા રેણુકાબેન અને પુત્રી તન્વી એક્ટિવા મોપેડમાં સવાર હતા. મોપેડ અને ટેમ્પો વચ્ચે અથડાતા ટેમ્પાના પાછળના ભાગે બાઇક પણ અથડાયું હતું.
મોપેડ સવારનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત:
ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં મુકેશભાઈ બારૈયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મોપેડ પર સવાર કતારગામના 43 વર્ષીય માતા રેણુકાબેન જીતેન્દ્રભાઈ સોલંકી અને તેમની 23 વર્ષીય પુત્રી તન્વી જીતેન્દ્રભાઈ સોલંકી અને બેસેલ દિનેશ મુકેશભાઈ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રેણુકાબેન સોલંકી અને દિનેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તન્વી સોલંકીનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમની ઈજાગ્રસ્ત માતા રેણુકાબેન સોલંકી અને દિનેશભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ બાદ રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કુટુંબે ટેકો ગુમાવ્યો:
મુકેશના પરિવારજનોએ જણાવ્યું કે, તેમના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. 5 વર્ષનો પુત્ર છે. પત્ની-દીકરો, નાનો ભાઈ, વિધવા માતા, બધી જવાબદારી મુકેશ પર હતી. સમયની સાથે પરિવાર નિરાધાર બની ગયો છે. દુઃખદ સમાચાર સાંભળીને માત્ર સુરત જ નહીં પરંતુ તેમના વતન ભાવનગર પાલિતાણામાં પણ શોકનો માહોલ છે. સામા પક્ષે મૃત્યુ પામનાર પુત્રી તન્વી પણ રોહિદાસ સોરઠીયા સમાજની છે. મંગળવારનો દિવસ સમાજના યુવક- યુવતી બંને માટે કાળનો કોળીયો સાબિત થયો છે.
દીકરી તન્વીએ સિવિલ સર્વિસની તૈયારી કરી:
તન્વી (ઉં.વ. 23)ના પરિવારજનોએ જણાવ્યું કે માતા રેણુકાબેન દવા લઈને પરત ફરતી વખતે માતા-પુત્રીનો અકસ્માત થયો હતો. તન્વીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા રેણુકા બેનના ખભાનું આજે ઓપરેશન કરવામાં આવ્યું છે. તેની હાલત પણ ગંભીર છે. તન્વી બી.એ.ના છેલ્લા વર્ષમાં હતી. પરીક્ષા તાજેતરમાં પૂર્ણ થઈ હતી. તેથી તે સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. પરિવારમાં માતા-પિતાને એક બહેન અને બે ભાઈઓ હતા. પિતા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રેણુકાબેન ગૃહિણી તરીકે કામ કરે છે. પુત્રી તન્વીના મોતથી પરિવાર આઘાતમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.