વાયરલ(Viral): 90-વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત, બ્રિટન(Britain)ના ચેસ્ટર ઝૂ(Chester Zoo)માં આર્ડવાર્ક(Aardvark)નો જન્મ થયો છે. આ વિશે માહિતી આપતાં જાણવા મળ્યું છે કે જન્મેલી આર્ડવાર્ક ફીમેલ છે. તેનું નામ હેરી પોટર(Harry Potter) સિરીઝના પાત્ર ડોબીના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે આર્ડવાર્ક ઉપ-સહારન આફ્રિકામાં જોવા મળે છે, જ્યાં કૃષિ વિકાસના પરિણામે તેમના નિવાસસ્થાનનો નાશ થઈ રહ્યો છે.
આખો સમય નજર રાખવામાં આવી રહી છે:
પ્રાણી સંગ્રહાલય તેની વેબસાઈટ પર જણાવે છે કે બેબી આર્ડવાર્કના કાન મોટા હૂકવાળા, વાળ વગરની કરચલીવાળી ત્વચા અને મોટા પંજા છે. તેની ખૂબ કાળજી લેવામાં આવી રહી છે. દર થોડા કલાકે તેને ભોજન આપવામાં આવે છે અને નિષ્ણાતોની ટીમ સતત તેની દેખરેખ રાખે છે. આ પ્રાણી સંગ્રહાલયના 90-વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આર્ડવાર્કનો જન્મ થયો છે, તેથી આર્ડવર્ક પ્રેમીઓ માટે આ એક અદ્ભુત ક્ષણ છે.
માંસ માટે થઇ રહ્યું છે કતલ:
પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતો સાથેના સંઘર્ષને કારણે આર્ડવર્કની સંખ્યા ઘટી રહી છે. એવા અહેવાલો પણ છે કે માંસ માટે તેમનો શિકાર કરવામાં આવી રહ્યો છે. ટ્વાઇલાઇટ ટીમના મેનેજર ડેવ વ્હાઇટે જણાવ્યું હતું કે આ પ્રાણી સંગ્રહાલયમાં જન્મ લેનાર આ પ્રથમ અર્વાર્ક છે અને તેથી તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેવ વ્હાઇટે કહ્યું કે જ્યારે અમે આ બાળકને તેની માતાની બાજુમાં પડેલો જોયો ત્યારે તે બિલકુલ હેરી પોટરના પાત્ર ડોબી જેવો દેખાતો હતો, તેથી અમે તેનું નામ પણ એવું જ રાખ્યું.
વિશ્વમાં ફક્ત આટલા જ અર્ડવાર્ક છે:
યુરોપના પ્રાણીસંગ્રહાલયોમાં માત્ર 66 આર્ડવર્ક બાકી છે અને વિશ્વભરના પ્રાણીસંગ્રહાલયોમાં માત્ર 109 છે. વેબસાઈટ અનુસાર, આફ્રિકન્સમાં આર્ડવાર્ક શબ્દનો અર્થ થાય છે ‘પિગ’. આ નિશાચર પ્રાણીઓ કીડીઓ અને ઉધઈને જોવા માટે તેમના લાંબા નાક અને ગંધની ભાવનાનો ઉપયોગ કરે છે. તેમની જીભ 25 સેમી સુધી લાંબી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.